જી.જી. હોસ્પિટલનો વધુ એક તમાશોઃ એક ગેઇટ બંધ કરાતા દદ}આે પરેશાન

October 9, 2019 at 11:48 am


જામનગરની જી.જી. હોસ્પિટલ હવે દિન-પ્રતિનિદિન વાદ-વિવાદમાં આવી રહી છે, અવાર-નવાર ગેઇટ બંધ કરીને દદ}આેને વધુ મુશ્કેલી કેમ થાયં તેવું વિચારતા જી.જી. હોસ્પિટલના સંચાલકો સામે દદ}આેમાં ઉગ્ર આક્રાેશ ફેલાયો છે, પોલીસના તઘલખી ફરમાન સામે લોકો પણ ભારે યાતના ભોગવી રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ થયેલા દદ}આેના સગાઆે ટેન્શનમાં હોય ત્યારે ખાનગી સિક્યોરીટીના જવાનો દ્વારા અવાર-નવાર દદ}આે અને સગ્ગાઆે સાથે તોછડુ વર્તન કરવામાં આવે છે, એટલું જ નહી ખુદ ડોકટરોની ગાડીને પણ ટોઇંગ કરી લેવાની ધમકી આપવામાં આવે છે, આ બધુ કોના ઇશારે ચાલે છે તે સમજાતું નથી, દદ}આે તો ઠીક પરંતુ જી.જી. હોસ્પિટલના અધિક્ષક સામે અવાર-નવાર ગંભીર ફરિયાદો ઉઠી છે, ગેઇટ બંધની વાત કરીએ ત્યારે પોલીસ ઉપર ઢોળી દે છે અથવા જિલ્લા કલેકટર ઉપર આખો મામલો નાખી દેવામાં આવે છે ત્યારે રાજકીય નેતાઆે તથા સામાજિક કાર્યકરોએ બંડ પોકારીને સત્તાવાળાઆે સામે અવાજ ઉઠાવો જોઇએ એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

જી.જી. હોસ્પિટલ પાસે અનેક રીક્ષા ચાલકો અને ખાનગી વાહન ચાલકોની એમ્બ્યુલન્સ ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ રાખી દેવામાં આવે છે, ચાર થી પાંચ ટ્રાફિક વોર્ડન અને હોમગાર્ડસ હોવા છતાં આડે ધડ વાહનો ખડકી દેવામાં આવે છે તે કોઇની નજરમાં આવતું નથી, બે-ત્રણ દિવસથી કોઇકનો ખાર કોઇકની માથે તે કહેવાત સાથે વધુ એક ગેઇટ બંધ કરી દેવામાં આવતા પારાવાર મુશ્કેલી પડે છે એટલું જ નહી હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે લોખંડની જાળી મુકી દેવામાં આવી છે તેથી ટ્રાફિકજામ થાય છે, લગભગ 25 થી ત્રણ હજાર દદ}આે અને સગ્ગા વ્હાલાઆે હોસ્પિટલમાં આવન-જાવન કરી રહ્યા છે ત્યારે અનેક વખત ગેઇટ બંધ કરીને લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે તે સમજાતું નથી. અગાઉ સર્જરી વિભાગ પાસેનો દરવાજો બંધ કરી દેવાયા બાદ ઉહાપોહ થતા તે ખુલી દેવાયો પરંતુ જેનરીકના સ્ટોર પાસેનો ગેઇટ બંધ કરીને દિવાલ ચણી દેવામાં આવી છે, સત્તાધિશો કહે છે કે સોલેરીયમ પાસેનો ગેઇટ ખોલવામાં આવ્યો છે જ્યારે પોલીસ કહે છે કે ટ્રાફિકને કારણે ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે આમ જી.જી. હોસ્પિટલમાં આવતા દદ}આે પરેશાન થઇ રહ્યા છે અને સત્તાધિશો શા માટે ચૂપ છે તે સમજાતું નથી.

સ્ટ્રેચર-વ્હીલચેર અને પલંગ તો વધારો, લોકોની પરેશાની દુર કરો

ફકત સિક્યોરીટી જવાનો સાથ લઇને દદ}આેને હેરાન કરવાથી દદ}આે અને સગ્ગાઆેની ‘હાય’ લાગે છે તેમ એક ગંભીર રીતે દાખલ થયેલા દદ}ના સગાએ રડતા-રડતા આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, અમોને સ્ટ્રેચર મળતા નથી, વ્હીલચેર માંગીએ તો મળતી નથી, અમારા સગા છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે ત્યારે અમોને મળવા દેવામાં આવતા નથી ત્યારે આ બધું કોના ઇશારે થઇ રહ્યું છે, આવો કાળો કેર અગાઉ અમે ક્યારેય જોયો નથી, રાજ્યના આરોગ્ય વિભાગે જી.જી. હોસ્પિટલના અનેક પાસાઆેનો વિચાર કરવો જોઇએ, અનેક સ્ટ્રેચરો તુટી ગયા છે, દદ}આેને નીચે સુવડાવા પડે છે, પુરતા પલંગ નથી, એકસરે મશીન અવાર-નવાર બંધ થઇ જાય છે આવી અનેક સમસ્યાઆે છે ત્યારે દદ}આેની પરેશાની દૂર કરવાના બદલે દદ}આે વધુ કેમ હેરાન થાય તેવું નિશાન તાકનારાઆે સામે હવે કડક પગલા લેવાની જરૂર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.

સિક્યોરીટી સ્ટાફની આડોડાઇઃ ડોકટરો સામે પણ તોછડુ વર્તન

જી.જી. હોસ્પિટલમાં સફારી પહેરીને ફરજ બજાવતા સિક્યોરીટી જવાનો સામે હવે અનેક ફરિયાદો ઉઠી છે, પાંચ ડોકટરોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમો જ્યારે ઇમરજન્સીમાં નવી હોસ્પિટલમાં આવીએ ત્યારે અમે ગાડી સાઇડમાં રાખી હોવા છતાં પણ અમારી ગાડીને ટોઇંગ કરી લેવાની ધમકી આપે છે અને એવું કહેવાય છે કે અમોને જી.જી. હોસ્પિટલના અધીક્ષક ડો. નંદીની બહારીનો આદેશ છે કે કોઇના વાહનો અહી રાખવા દેવા નહી, પરંતુ જ્યારે દદ} જીવન-મરણ વચ્ચે પીસાઇ રહ્યાે હોય ત્યારે ડોકટરોના વાહનો પાર્ક કરીને તાત્કાલીક નવી બીલ્ડીગમાં જવાનું હોય છે પરંતુ અધિક્ષકના આવા આદેશના કારણે ખુદ ડોકટરો પણ અધિક્ષક સામે કાંઇ બોલી શકતા નથી અને એક ડોકટરે તો ત્યાં સુધી ‘આજકાલ’ને કહ્યું કે દદ}ને બચાવવા અમારી ફરજ છે, તમારે અમારું વાહન ડીટેઇન કરવું હોય તો છુટ છે.

અધિક્ષક રાઉન્ડમાં નીકળે ત્યારે ચારેકોર સિક્યોરીટીનો દબદબો!!!

કોઇ મંત્રી જી.જી. હોસ્પિટલના રાઉન્ડમાં આવે ત્યારે કે કોઇ મોટા નેતા રાઉન્ડમાં આવે ત્યારે પોલીસ અને સિક્યોરીટી સાથે હોય તે બરોબર છે પરંતુ જી.જી. હોસ્પિટલના નવા અધિક્ષક ડો. નંદીની બહારીનો એવો વટ પડે છે કે તે જ્યારે નવા કે જુના બિલ્ડીગમાં રાઉન્ડ લગાવવા નીકળે ત્યારે સફારી પહેરીને ચાર થી પાંચ જવાનો તેની આજુબાજુ રહે છે, ખુદ ડોકટરો પણ આ પ્રકારની સિક્યોરીટીથી કંટાળી ગયા છે, તાજેતરમાં એક મોબાઇલ ચોરને પક્ડાય બાદ તેણે નવા અને જુના બિલ્ડીગમાં અનેક મોબાઇલો ચોરી કર્યાની કબુલાત આપી છે તો આ બધુ વોચ રાખવાની જરુર છે, દદ}ના સગાને ધમકાવવા ખુદ આઇસીયુના ડોકટરોના વાહનોને ટોઇંગ કરી લેવાની ધમકી આપવી આ બધુ લાંબાગાળે નુકસાનકારક છે, જી.જી. હોસ્પિટલમાં સરકારે પણ જાહેર કર્યું છે કે દદ}આે સાથે હમદદ} રાખવી પરંતુ જી.જી. હોસ્પિટલના અધિક્ષક અને તેના મળતીયાઆે સિક્યોરીટીના જવાનોને ઉશ્કેરતા લોક ફરિયાદ ઉઠવા પામી છે આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જરૂર છે તેમ

Comments

comments