જી.ટી.શેઠ હોસ્પિટલ, રેલવે કેમ્પસ અને ધર્મેન્દ્ર કોલેજમાં મચ્છરનું બેફામ બ્રિડિગ

September 11, 2018 at 3:22 pm


રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા આજે શહેરભરમાં ત્રણ ટુકડીઆે મોકલીને વિવિધ તબીબી અને સરકારી સંકુલોમાં મચ્છર ઉત્પતિ કેન્દ્રાે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન 24 સ્થળોએથી ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરના લારવા મળી આવ્યા હતા. અલબત્ત, આòર્ય એ વાતનું છે કે મહાપાલિકાને ડેંગ્યુના કેસ નથી મળતા પરંતુ ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરના લારવા મળી જાય છે ! ખાસ કરીને ફુલ-ઝાડના કુંડા, ફ્રિઝમાં મુકાતી ટ્રે, એરકંડીશન અને પાણીના ટાંકા આજુબાજુ ડેંગ્યુના મચ્છરની ઉત્પતિ જોવા મળી હતી.

વધુમાં ડેપ્યુટી હેલ્થ આેફિસર ડો.પી.પી.રાઠોડે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે, હાલ ડેંગ્યુના પોઝીટીવ કેસમાં વધારો જોવા મળે છે ત્યારે રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાની જુદી-જુદી 3 ટીમો દ્વારા સરકારી કચેરીઆે કે જ્યાં વિશાળ માનવ સમૂહ હોય છે તેવી સરકારી પ્રેસ, જી.ટી.શેઠ હોસ્પિટલ, રેલવે કેમ્પસ, ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં મચ્છર ઉત્પતિ સ્થાનો શોધવા તપાસ કરવામાં આવી હતી જેમાં ઉક્ત તમામ કચેરીઆેમાંથી ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરની ઉત્પતિ મળી આવી છે. ડેંગ્યુ ફેલાવતાં એડિસ મચ્છર દિવસે જ કરડે છે અને ચોખ્ખા અને બંધિયાર તથા વરસાદી પાણીમાં ઉત્પન્ન થાય છે આથી આવી કચેરી-હોસ્પિટલમાં કામ કરતાં સ્ટાફ તથા કચેરીમાં વિવિધ કામ માટે આવતાં લાભાર્થીઆેને ડેંગ્યુ થવાનું જોખમ રહેલું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકારી પ્રેસમાં સિક્યુરિટી વિભાગ આેફિસ પાછળ પડતર ભંગારમાં, વોટર કુલરની ડિસમાં, સ્ટેશનરી વિભાગમાં નળ નીચેની ડોલમાં, પક્ષીકુંજમાં, સિન્ટેક્સની ખુંી ટાંકીમાં, અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં તથા ખુલ્લી ડ્રેનેજ લાઈન થઈ કુલ 6 સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતા. રેલવે કેમ્પસમાં રેલવે હોસ્પિટલની અગાસી પર જમા થયેલ પાણીમાં, હોસ્પિટલની સામે રાખેલ પક્ષીકુંજ, મંદિરની સામેની આેફિસના વોટરકુલરમાં, બાલમંદિર સામે પક્ષીકુંજમાં, રેલવે કેમ્પસમાં આવેલ હોટલની પાણીની નાંદમાં થઈ કુલ પાંચ સ્થળોએ મચ્છરના પોરા મળી આવ્યા હતાં.

Comments

comments

VOTING POLL