જી-20 બેઠકની ફળશ્રુતિ

July 3, 2019 at 9:21 am


તાજેતરમાં જાપાનમાં જી-20 દેશોના વડાઆેની બેઠક થઇ હતી અને તે બેઠક ભારત માટે કેટલી લાભદાયી રહી તેની ચર્ચા થઇ રહી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડશે કે, આ બેઠક ટ્રેડ વોરને હળવું કરવામાં સફળ રહી છે

બધા જાણે છે કે, અમેરિકા ફસ્ર્ટની નિતીને કારણે અમેરિકાએ ચીન અને ભારતની ચીજવસ્તુઆે પર આયાત ડયૂટી વધારી દીધી છે. આમ ચીન અને ભારતની નિકાસ ઘટે તે સ્વભાવિક છે. તેમજ વીઝા આપવામાં પણ તેમણે મર્યાદા નક્કી કરી છે. જેનાથી ભારતનો આર્થિક વિકાસ અટકે તે સ્વાભાવિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, પણ અમેરિકા ફસ્ર્ટની નિતીને કારણે તેઆે આમ કરી રહ્યા છે, તેની સાથે તેમણે એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે ભારત પણ અમેરિકાની ચીજ વસ્તુઆે પર વધુ ડéૂટી વસુલે છે.

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વેપાર સહિત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ છે. તેમજ બન્ને દેશો બિઝનેસના કેટલાક નિયમો સરળ કરવા માટે રાજી થયા છે. બન્ને નેતાઆેએ દ્વિપક્ષીય વેપાર વિવાદો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેની સાથે વેપાર મુદ્દે સજાર્યેલા વિવાદો અને પ્રશ્નો ઉકેલવા માટે વાણિજ્યપ્રધાનોની બેઠક માટે સહમતી દશાર્વી છે. જેથી આપણે આશા રાખવી રહી કે હવે અમેરિકા અને ચીન વચ્ચે વેપારીક સંબધો વધુ સારા બનશે. જી-20 સમિટમાં ભલે કોઈ નિષ્કર્ષ ન નિકળ્યું હોય, પણ એક વાત ચોક્કસ છે કે અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં પોતાની સમસ્યાઆે રજૂ કરવાનું પ્લેટફોર્મ મળ્યું છે, રજૂઆતો સાંભળી છે, તો તે સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે, તેવી આપણે આશા રાખીયે. અને ભારતના આર્થિક વિકાસને વધુ વેગવાન બનાવવામાં જી-20 સમિટનું યોગદાન પણ રહેશે

Comments

comments