જુઆે, આ રીતે તરસ્યા સિંહે થંભાવી દીધો હાઈવેનો ટ્રાફિક!

May 19, 2018 at 5:24 pm


રાજ્યમાં ગરમીએ માઝા મુકી છે ત્યારે માણસની જેમ મુંગા પશુઆે પણ ત્રાહીમામ પોકારી રહ્યા છે. એકબાજુ બેફામ ગરમી અને બીજીબાજુ પાણીની અછતના કારણે તમે જોયું હશે કે ગામડામાં સ્ત્રીઆે દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે.
પણ ગરમી એટલી આકરી છે કે પાણીની શોધમાં જંગલના રાજા સિંહને પણ જંગલ છોડી ઠેર ઠેર રખડવું પડે છે. આવા જ કંઈક દ્રશ્ય સજાર્યા હતા અમરેલી જિલ્લાના પિપાવાવ પોર્ટ ખાતે જ્યારે એક સિંહ પોતાની તરસ છીપાવવા પાણીની શોધમાં ચાલતો ચાલતો જંગલ અને વાડી વિસ્તાર છોડીને પોર્ટના રેવન્યુ વિસ્તારમાં આવી પહાેંચ્યો હતો.
અચાનક સિંહ હાઇવે પર આવી ચડતા ટ્રાફિકને થોડીવાર માટે અટકાવી દેવાની ફરજ પડી હતી. પરંતુ કહે છે કે રાજા જ્યાં પણ જાય રાજા જ રહે. તેમ આ સિંહને તો દુનિયાની કંઈ જ પડી ન હોય તેમ ઉભા રહી ગયેલા ટ્રાફિકની બેફિકર પોતાની મસ્તીમાં રોડ ક્રાેસ કરી પાસે આવેલ પાણીના સ્ત્રાેત પાસે પહાેંચી ગયો હતો. જે બાદ અહી પાણી પીને પરત જંગલ તરફ ચાલ્યો ગયો હતો.
સિંહ જેટલા સમય માટે રોડની પાસે રહ્યાે તેટલા સમય સુધી પીપાવાવ પોર્ટ તરફ જતા રોડ પર આવતો-જતો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટના બીજો પણ એક સવાલ ઉભો કરે છે પાણીના અણઘડ અને બેફામ ઉપાયોગ તેમજ આડેધડ વિકાસના કારણે જંગલોના કપાઈ જવાથી ઘટતા જતા પાણીના સ્ત્રાેતના કારણે માણસ તો કોઈપણ રીતે પોતાને જોઈતું પાણી ભેગું કરે છે પરંતુ આ અબોલ પશુઆે શું કરશે અને ક્યાં જશેં તો બીજો પ્રશ્ન છે સિંહ અને અન્ય જંગલી પ્રાણીઆે માટે જંગલમાં બનાવવામાં આવતા પાણીના સ્થળો એટલા આેછા પડéા છે કે જેથી પાણીની શોધમાં વન્ય પ્રાણીઆેને માનવ વસ્તિ વચ્ચે આવવું પડે છેં

Comments

comments

VOTING POLL