જુગારના બે દરોડામાં 11 શખસો ઝબ્બે રૂા.52 હજારની રોકડ કબજે કરતી પોલીસ

October 2, 2018 at 3:29 pm


ક્રાઈમ બ્રાંચ તથા બી-ડીવીઝન પોલીસે બે વિવિધ સ્થળે પાડેલા દરોડામાં 11 જુગારી રૂા.52 હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ મહેશ્વરી સહિતના સ્ટાફે ગઈકાલે બપોરે કીટીપરા આવાસ યોજના કવાર્ટરમાં દરોડો પાડી બિલ્ડીગના પટ્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલા પંકજ ચંદુ મકવાણા, અમીત વજુ પરમાર, ધરમ મનુ વઢવાણીયા, દિપક સોમા સોલંકી, કિશન ધીરૂ સોલંકી, વિકી અશોક સોવસીયા, સંજય નારણ સોલંકી તથા સતિષ દિપક કટોણીયાને ઝડપી લઈ તેની પાસેથી 46,450ની રોકડ કબજે કરી હતી. જયારે બીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસે માર્કેટીગ યાર્ડ ટમેટા વિભાગ પાછળ જાહેરમાં જુગાર રમતા શૈલેષ ભીખુ રાઠોડ, અનીલ રતિલાલ શાહ અને ભુપત મૈયા ભરવાડને ઝડપી લઈ તેની પાસેથી 5570ની રોકડ કબજે કરી હતી.

Comments

comments

VOTING POLL