જુદા જુદા વિસ્તારોમાં ચરસનો જથ્થો વેચતો હોવાનો ધડાકોઃ એક ડઝન શખસોના નામ ખુલ્યા

September 12, 2018 at 3:34 pm


શહેરના અતિસંવેદનશીલ વિસ્તાર તરીકે આેળખાતા જંગલેશ્વરમાંથી એસઆેજી, ભકિતનગર સહિતની ટુકડીએ કોમ્બીગ કરી રૂા.81.41 લાખની કિંમતનો ચરસના જથ્થા સાથે ચાર શખસોને ઝડપી લેતાં સનસનાટી મચી ગઈ હતી. બનાવના પગલે રીમાન્ડ પર રહેલા મુખ્ય સુત્રધાર મહેબુબની પુછપરછમાં મુળ જૂનાગઢનો અને હાલ આણંદ પોલીસના હાથે ઝડપાયેલો પટેલબાપુ નામનો શખસ ચરસના જથ્થાને ‘સામાન’ આવી ગયો છે તેની જાણ કરતા ડિલેવરી લઈ બન્નેના મોબાઈલમાંથી કાર્ડ કાઢી ફેંકી દેતાં હોવાની કબુલાત આપતા પોલીસે પીરવાડી, જંગલેશ્વર, ભીસ્તીવાડ, દૂધની ડેરી સહિતના એક ડઝન જેટલા શખસોને માલ પહાેંચાડવામાં આવતો હોવાનું જણાવતા પોલીસે અડધો ડઝન જેટલા શખસોને પુછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ એનડીપીએસ અમદાવાદ યુનીટના સુપ્રિ. હરીઆેમ ગાંધી દ્વારા મળેલા ઈનપુટના આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર એસ.એમ.ખત્રી, ડીસીપી ઝોન-1 રવિકુમાર સૈની, ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ એસઆેજીના પીઆઈ એસ.એમ.ગડુ, ભકિતનગર પોલીસ મથકના પીઆઈ ગઢવી, પીએસઆઈ રાણા, ધાખડા, જમાદાર આર.કે.જાડેજા, વિજય શુકલા, રાજુભાઈ, જીતુભા, ફીરોઝભાઈ, ચેતનસિંહ, ગીરીરાજસિંહ સહિતના સ્ટાફે જંગલેશ્વરમાંથી મહેબુબ આેસમાણ ઠેબા, ઈલીયાસ હારૂન સોરા, જાવેદ ગુલમહમદ દલ અને રફીક ઉર્ફે મેમણ હબીબ લોયાની ધરપકડ કરી તેની પાસેથી 81.32 લાખનો ચરસનો જથ્થો તેમજ મોબાઈલ, 7700ની રોકડ મળી કુલ 81.41 લાખની મત્તા કબજે કરી આકરી પુછપરછ હાથ ધરી હતી.
પોલીસની પુછપરછમાં છેલ્લા બે માસ દરમિયાન જમ્મુ-કાશ્મીરના યાકુબખાન સાથે જૂનાગઢના પટેલબાપુએ આેળખાણ કરાવ્યા બાદ તે ડીલેવરી કરી ગયો હતો. ત્યાર બાદ અન્ય શખસો ચરસના બદલે ‘સામાન’ આવી ગયો છે તેમ કહી માલની ડીલેવરી કરી જતો હોવાનંુ અને ડીલેવરી કર્યા બાદ મોબાઈલમાંથી કાર્ડ કાઢી ફેંકી દેતો હોવાનું રટણ કરતા પોલીસે આણંદ જેલમાં રહેલા પટેલબાપુ અને યાકુબખાન જમ્મુ-કાશ્મીરના કયા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યા બાદ તેને ઝડપી લેવા કાશ્મીર જવા રવાના થશે.
દરમિયાન પોલીસની પુછપરછમાં મહેબુબ ઠેબા ચરસનો જથ્થો પીરવાડી, જંગલેશ્વર પાસે આવેલ દરગાહ પાસે બેઠેલા ફકીરો મારફત તેમજ ભીસ્તીવાડ, દૂધની ડેરી વિસ્તાર સહિત એક ડઝન શખસો મારફત છૂટક માલ વેચતો હોવાની કબુલાત આપતા પોલીસે 12 શખસોની પુછપરછ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL