જુનાગઢમાં ખુનની કોશીષનો વોન્ટેડ આરોપી કુતિયાણામાંથી પીધેલો પકડાયો

February 15, 2019 at 12:59 pm


જુનાગઢમાં ખુનની કોશીષનો વોન્ટેડ આરોપી કુતિયાણામાંથી પીધેલો પકડાયો છે તો પોરબંદરના પેટ્રાેલપંપમાં તોડફોડ કરનારને સુરત જેલમાં પાસાતળે મોકલી દેવાયો છે.
કુતિયાણામાંથી વોન્ટેડ શખ્સ ઝબ્બે
હાલમાં લોકસભાની સામાન્ય ચુંટણીની પ્રqક્રયા શરૂ થઇ છે ત્યારે આ ચુંટણી શાંતિમય રીતે પૂર્ણ થાય અને અસામાજીક તત્વો ઉપર જરૂરી અટકાયતી પગલા લેવાની કાર્યવાહી જુનાગઢ રેન્જના આઇ.જી. સુભાષ ત્રિવેદીએ આપતા પોરબંદરના ેએસ.પી. પાથર્રાજસિંહ ગોહીલની સુચના મુજબ કુતિયાણાના ઇન્ચાર્જ પી.આઇ. એન.કે. મણવર તથા સ્ટાફ વાહનચેકીગમાં હતો ત્યારે કુતિયાણા માંજાપરામાં રહેતો મુળ ચીગરીયાનો રાજેશગીરી ઉર્ફે વનરાજ ઉમેશગીરી ગોસ્વામી પીધેલી હાલતમાં 15000નું બાઇક લઇ માંજાપરામાંથી નિકળ્યો ત્યારે તેને પકડી લેવાયો હતો. અને આ શખ્સ સામે જુનાગઢ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખુનની કોશીષ સહિતની કલમો હેઠળ ગુન્હો નાેંધાયો હતો આથી આ ગુન્હામાં તે વોન્ટેડ હતો માટે તેને પકડીને જુનાગઢ પોલીસને જાણ કરવામાં આવી છે.
પાસાતળે ધકેલાયો
પોરબંદરના એમ.જી.રોડ ઉપર આવેલ ફ્રેન્ડસ પેટ્રાેલપંપ ઉપર આવેલ દોઢ મહીના પહેલા તોડફોડ કરવાના ગુન્હામાં પકડાયેલ વનરાજ રામ ભુતિયા નામના ખાપટના યુવાનની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ મુકવા એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એન.ચુડાસમાએ તેને પાસા હેઠળ અટકાયત કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. નાનાલાલ પટેલ અને સ્ટાફે વનરાજ ભુતિયાને પકડીને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપ્યો છે.

Comments

comments

VOTING POLL