જુના કુંભારવાડામાં મહિલાને ધમકી આપી ધોકો ફટકાર્યો

May 26, 2018 at 1:20 pm


જામનગરના જુના કુંભારવાડામાં મહિલાના ઘરે આવીને અપશબ્દો બોલી ધમકી આપી ધોકા વડે હુમલો કરી ઇજા પહાેંચાડયાની મહિલા સહિત બે સામે ફરીયાદ કરવામાં આવી છે. જામનગરના જુના કુંભારવાડામાં રહેતી મેમુનબેન કાસમભાઇ બેલીમ નામની પરિણીતા તા. 25ના રોજ પોતાના ઘેર હાજર હતા ત્યારે આરોપીઆેએ ત્યાં આવીને તેમના સાસુને ચાલીસો હોય જેના ખર્ચના પૈસા તું કેમ નથી આપતી તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા તેમજ મેમુનબેનને ઘર ખાલી નહી કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીએ ઉશ્કેરાઇને ધોકા વડે હુમલો કરી ફરીયાદીને ઇજા પહાેંચાડી હતી. મેમુનબેન દ્વારા સીટી-એ માં રજીયાબેન સતાર બેલીમ અને સતારભાઇ બેલીમની વિરુધ્ધ આઇપીસી કલમ 323, 324, 452, 504, 506(2), 114, જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ કરી હતી.

દિગ્વીજય પ્લોટમાં એકીબેકીનો જુગાર ઝબ્બે

જામનગરના દિ.પ્લોટ-49 સાયકલ સ્ટોર્સની બાજુમા રહેતા દિનેશ કરશન ચૌહાણ અને વિજય પ્રભુ ચૌહાણ આ બંનેને જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકીનો જુગાર રમતા રોકડા 1290 સાથે પકડી લેવામાં આવ્યા હતા. સીટી-એ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL