જુની અદાવતના કારણે નિપજાવાયેલી બેવડી હત્યા કેસમાં નવ આરોપીઆેને જન્મટીપની સજા

May 22, 2018 at 1:49 pm


જામનગરના સમર્પણ હોસ્પિટલ વિસ્તારમાં ગત ર01ર ની સાલમાં રૂપિયાની લેતીદેતીના મામલે બે જૂથ વચ્ચે સજાર્યેલી સશં અથડામણમાં બે વ્યિક્તની કરાયેલી નિર્મમ હત્યા અંગેનો કેસ છ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ સરકારી વકીલોની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ સેશન્સ જજે આ હત્યા કેસના નવ આરોપીઆેને જન્મટીપની સજા ફટકારી હતી. આ કેસની હકીકત એવી છે કે, જામનગર મુકામે સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસે દ્વારકાધીશ હોટલ એન્ડ પાનના નામે વ્યવસાય કરતા ભાયાભાઇ નારણભાઇ કંડોરીયા અને ઘેલુભાઇ અરજણભાઇ ભાટીયા તા. 3-1-12 ના સાંજના સમયે પોતાની કેબીને હાજર હતા તે વખતે મહાકાળના મંદિર પાસે રહેતા ચંદ્રેશ ગોહિલ અને તેનો ભાઇ જગદીશ અને બીજા ચાર જણા મોટર સાયકલો પર આવી પાન, ફાકી, સીગારેટ લઇ તેના પૈસા ન આપતા ભાયાભાઇ અને ઘેલુભાઇએ પૈસાની માંગણી કરતા બોલાચાલી કરી ઝઘડો કરેલ. આ બાબતે આરોપી ચંદ્રેશ મનસુખ ગોહિલ, વિનોદ રાજન રાઠોડ, અજય બાબુભાઇ ગોહિલ, રસીક માધુભાઇ પરમાર, અજુર્ન કનૈયાલાલ ગોહિલ, જગદીશ મનસુખભાઇ ગોહિલ, વિજેન્દ્ર કાંતિભાઇ રાઠોડ, મનોજ સોલંકી, શ્રીચંદ હીરા રાઠોડ રહે. બધા વુલનમીલ પાસેવાળા અતુલ રીક્ષા, મોટર સાયકલો વિગેરેમાં આવી હોટલ પર આવી પૂર્વઆયોજીત કાવતરૂના ભાગરૂપે ગેરકાયદેસર મંડળી બનાવી તલવારો, છરી, ગુપ્તી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા ધારણ કરી ઘેલુભાઇની હોટલે આવી જીવલેણ હુમલો કરી પોતાની પાસે રહેલ હિથયારો વડે સ્થળ પર હાજર રહેલ ઘેલુભાઇ, ભાયાભાઇ પર હુમલો કરેલ અને તેઆેને છોડાવવા વચ્ચે પડેલ નેભાભાઇ બોથાભાઇ ચેતરીયા અને જગદીશ જેશભાઇ આંબલીયા પર પણ હુમલો કરેલ. આ હુમલામાં ઘેલુભાઇ અરજણભાઇ ભાટીયાનું જામનગર જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નિપજેલ અને જગદીશભાઇ જશાભાઇ આંબલીયાનું સારવાર દરમ્યાન રાજકોટ ગોકુલ હોસ્પિટલના અવસાન થયેલ. તેમજ નેભાભાઇ ચેતરીયા અને ભાયાભાઇ જીવલેણ થયેલ. આ બનાવ અંગે નેભાભાઇ ચેતરીયા એ આરોપીઆે સામે ફરિયાદ નાેંધાવેલી.

આ કેસ જામનગરની સેશન્સ અદાલત સમક્ષ ચાલવા પર આવતા આ કામમાં ફરિયાદ પક્ષે ઇજા પામનાર ફરિયાદી નેભાભાઇ બોધાભાઇ ચેતરીયા, ભાયાભાઇ નારણભાઇ કંડોરીયા તેમજ નજરે જોનાર સાહેદો, તબીબી સાહેદો, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. જાડેજા સહિતના પોલીસ કર્મચારીઆે તપાસવામાં આવેલા અને વૈજ્ઞાનિક દસ્તાવેજી પુરાવો અને અન્ય વિસ્તૃત દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલા. આ કેસ છેલ્લા ચાર વર્ષથી પુરાવા પર હતો. ઇજા પામનાર સાહેદો, સર્મપણ હોસ્પિટલ પાસેના સ્વતંત્ર સાહેદો અને જામનગર અને રાજકોટના સારવાર કરનાર ડોક્ટરોની જુબાની લંબાણપૂર્વક લેવામાં આવી હતી. એક્ઝી. મેજી. મારફત આેળખ પરેડ કરવામાં આવી હતી. આ કામમાં તરફે એડ. પબ્લીક પ્રાેસીક્યુટર કોમલબેન ભટ્ટ રોકાયા હતા અને ફરિયાદી પક્ષે વકીલ વી.એચ. કનારા રોકાયા હતા. એક ટ્રાયલમાં તમામ નવ આરોપીઆેને સજા કરવામાં આવેલ છે. આ કેસ ઉપરોક્ત પુરાવો રજૂ કરી સરકાર પક્ષે એડી. પબ્લીક પ્રાેસીક્યુટર કોમલબેન ભટ્ટ અને મુળ ફરિયાદી તરફે એડવોકેટ વી.એચ. કનારા દ્વારા દલીલો કરવામાં આવેલ છે. આ કામના આરોપીઆેએ જાહેરમાં પોતાની ધાક બેસાડવા અને કાયદાનો કોઇપણ પ્રકારનું અસ્તિત્વ ન હોય તેવું જાહેરમાં વર્તન કરી જાહેરમાં જીવલેણ હિથયારો સાથે આવી બે નિર્દોષ યુવાનોનું ખુન કરી ત્યાં હાજર બે યુવાનોને જીવલેણ ઇજાઆે પહાેંચાડેલ છે અને જે હકીકતને ઇજા પામનારાઆેના પુરાવાથી તેમજ તબીબી પુરાવાથી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટઆેના પુરાવાથી અને પોલીસ તપાસની કાર્યવાહી તેમજ પોલીસ અધિકારીઆેના પુરાવાથી સંપૂર્ણપણે સમથર્ન મળે છે. આ સંજોગોમાં આરોપીઆેને સખ્ત સજા કરાવી જોઇએ.જે તમામ રજૂઆતો ધ્યાને લઇ જામનગરના મે. પાંચમા એડી. સેશન્સ જજ અશોક શમાર્ તમામ નવ આરોપીઆેને આજીવન કેદની સજા ફરમાવવાનો હુકમ ફરમાવેલ છે.

Comments

comments

VOTING POLL