જૂનાગઢના બિલ્ડિંગોમાં ફાયર સેફટી મુદ્દે મહાપાલિકા તત્રં દોડતું થયું…

May 25, 2019 at 11:19 am


સુરતમાં ટયુશન કલાસીસમાં આગ લાગવાની ઘટનામાં નિર્દેાષ વિધાર્થીઓના મૃત્યુથી સફાળા જાગેલા રાયભરના તંત્રમાં જૂનાગઢ કોર્પેારેશન પણ ફાયર સેફટી મુદ્દે દોડતું થયું હોય તેમ તાત્કાલીક ધોરણે ફાયર સેફટીની ચકાસણી તેમજ નિયમોની અમલવારી કરાવવા નીકળી પડી છે પરંતુ જૂનાગઢના દાણાપીઠમાં અગરબત્તીના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગના સાક્ષી કલેકટર (કમિશનર), મેયર, ફાયર સુપ્રીટેન્ડન્ટ હોવા છતાં ત્યારબાદ પણ તત્રં દ્રારા શહેરમાં એકપણ વિસ્તારમાં ચેકિંગ ઝૂંબેશ કરી ન હતી.
સુરતની ઘટનાને લઈ ફાયર તત્રં દ્રારા હાલતો ટયુશન કલાસીસો, હોટલો, શાળાઓમાં ચકાસણીની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ જૂનાગઢમાં મોટાભાગના ટયુશન કલાસીસો કોમર્શિયલ કોમ્પલેક્ષમાં જ હોય તે તંત્રને જાણ છતાં આખં આડા કાન કરાઈ રહ્યાં છે.
જૂનાગઢ શહેરમાં મોતી બાગ, માંગનાથ રોડ, ઝાંઝરડા રોડ, જોષીપુરા, બસ સ્ટેન્ડ રોડ, મધુરમ સહિતના મુખ્ય વિસ્તારોમાં કયાંક અગાશી પર તો કયાંક બેઝમેન્ટ પર ખુલ્લેઆમ કલાસીસો કાર્યરત છે. પરંતુ અત્યાર સુધી ત્યાં ચેકિંગ ઝૂંબેશ કરવાનું ધ્યાને આવ્યું નથી. તો પાકિગનો પણ અભાવ હોય, બેઝમેન્ટ તથા અગાસીઓ પર રૂમો રાખી કયાંક પ્રથમ તો કયાંક બીજે, ત્રીજે માડે ફુલી એસીમાં ટયુશન કલાસીસો કાર્યરત છે.
તત્રં તાજેતરમાં દાણાપીઠ અને વણઝારી ચોક ખાતે બનેલી આગની ઘટના બાદ પણ નિંદ્રાધીન હોય પરંતુ સુરતની ઘટનાને લઈ ઉચ્ચકક્ષાએ અપાયેલા આદેશોને લઈને સુતેલા કોર્પેારેશનના તંત્રને ચેકિંગ ઝૂંબેશ કરવાનું યાદ આવ્યું છે.
શહેરમાં અમુક જગ્યાએ તો હોટલો પર ટયુશન કલાસીસો ચાલે છે તો કયાંક રહેણાંક વિસ્તારોમાં બેથી ત્રણ બ્રાંચો ટયુશન સંચાલકો ખોલીને બેઠા છે. સુરતની ઘટનાને પગલે હાલતો કમિશનર ડો.સૌરભ પારઘીએ તમામ ટયુશન કલાસીસો બધં રાખવાના આદેશ કર્યા છે. પરંતુ ફાયર સુપ્રીટેન્ડન્ટ કૈઝાદ દસ્તુરના જણાવ્યા મુજબ ફાયર સેફટી નહીં હોય તેવા ટયુશન કલાસને શીલ મારવામાં આવશે. હવે જોવું એ રહ્યું તંત્રની કામગીરી ચાર દીની ચાંદની ફીર અંધેરી રાત રહે છે કે આક્રમક બને છે

Comments

comments

VOTING POLL