જૂનાગઢના મજેવડી, ભિયાળ ગામે જુગારના બે દરોડામાં 13 શખસો 27000ના મુદ્દામાલ સાથે પકડાયા

July 19, 2019 at 11:16 am


જૂનાગઢ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત ઈલેકશન અંગે પેટ્રાેલિંગમાં હતાં તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે મજેવડી ગામે તાળવાડી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં કેટલા ઈસમો હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રેલ છે તેથી મજેવડી ગામે જુગાર અંગેની રેડ કરતાં કુલ નવ આરોપીઆે મિલન ભીખાભાઈ પટોડિયા (ઉ.વ.45), શાંતિલાલ ખોડીદાસમલી પટેલ (ઉ.વ.50, રહે. રાજકોટ મવડી પ્લોટ, સોમનાથ શેરી નં.2), પરેશ ગાેંવિદ પોકિયા, સંજય ગીરધરભાઈ ઢોલરિયા, રસીક ધીરૂભાઈ હીરપરા, વિજય જશુભાઈ પઢિયાર, રાજેન્દ્રસિંહ બાલુભા પઢિયાર, હરેશ નાથાભાઈ રામાણી, વિપુલ કિશોરભાઈ હીરપરાને પકડી પાડેલ અને તેમની પાસેથી રોકડ રૂ.23560નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તમામ આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે.

આ ઉપરાંત બાતમીના આધારે ભિયાળ ગામે જુગાર અંગેની રેડ કરતાં કુલ 4 આરોપીઆે મનસુખ રાણા વઘેરા (ઉ.વ.65, રહે.વડાલ), દિનેશ બાબુભાઈ ચાવડા (રહે.વડાલ, ઉ.વ.39), મનસુખ નાથા મકવાણા (ઉ.વ.60, રહે.ભિયાળ), રમેશ કલાભાઈ ગઢિયા (ઉ.વ.58,રહે.ભિયાળ)ને પકડી પાડેલ અને તેમની પાસેથી રોકડા રૂા.3760નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને તમામ આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે.
સમગ્ર કાર્યવાહીમાં પો.સ.ઈન્સ જે.પી.ગોસાઈની સૂચનાથી કિરણભાઈ જીવાભાઈ તથા ધીરજદાન કનુભાઈ, રવિરાજ વલકુભાઈ, નરેન્દ્રભાઈ નારણભાઈ, લખમણભાઈ ભાયાભાઈ વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Comments

comments

VOTING POLL