જૂનાગઢમાંથી 336 દારૂની બોટલ ભરેલી ઈનોવા કાર સાથે ટેણિયો ઝડપાયો

January 12, 2019 at 11:29 am


જૂનાગઢમાં મકર સંક્રાંતિના તહેવાર નિમિતે ગુનાખોરી અટકાવવા રેન્જ આઈજીની સુચનાથી આરઆર સેલે વાહન ચેકીગ દરમિયાન ફાર્મસી ફાટક પાસે શંકાસ્પદ ઈનોવા કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી 336 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક ટેણીયાની અટકાયત કરી 6.40 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા આ દારૂનો જથ્થાે નામચીન બુટલેગર સહિતનાએ મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ચાર શખસોને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં ફાર્મસી ફાટક પાસે ડો. અગ્રાવતના દવાખાના પાસે વાહન ચેકીગ દરમિયાન આરઆર સેલના પીએસઆઈ ડી.ડી.પીઠીયા તથા સ્ટાફના સંજયભાઈ, ગીરૂભા સહિતનાઆેએ શંકાસ્પદ ઈનોવા કારને અટકાવી તલાશી લેતાં તેમાંથી 1.40 લાખની કિંમતનો 336 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર ચાલક ટેણીયાની અટકાયત કરી દારૂ, ઈનોવા મળી કુલ 6.40 લાખની મત્તા કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.
પોલીસની પુછપરછમાં આ દારૂનો જથ્થાે નામચીન બુટલેગર શાહનવાઝ ઉર્ફે શાહુ હનીફ બ્લોચ, સમીર હમીર બ્લોચ, શાહરૂખ ઉર્ફે મુકરી રફીક બ્લોચ અને મુનીર કાળુ બ્લોચના નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા દોડધામ કરી છે.

Comments

comments

VOTING POLL