જૂનાગઢમાં ઉંચા ભાડાથી ઇન્ટરનેટ ટાવર રાખવા લલચાવી છેતરપિંડી આચરતી આંતરરાય ગેંગનો પર્દાફાશ

May 24, 2019 at 11:41 am


Spread the love

જૂનાગઢમાં ઉંચા ભાડાથી ઈન્ટરનેટ ટાવર મુકવા લલચાવી મહિલા સાથે છેતરપિંડીની નવ માસ પહેલાં નોંધાયેલી ફરિયાદનો ભેદ ખોલવામાં સી–ડિવિઝન પોલીસને સફળતા સાંડી છે જેમાં જયપુરના શખસને દબોચી લેવાયો છે.
બન્ને શખસો પાસે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન, જથ્થાબધં સીમકાર્ડ, એટીએમ કાર્ડ, પાસબૂક, બોગસ આધારકાર્ડ વગેરે મુદ્દામાલ કબજે થયો છે. બન્ને શખસોએ અનેક ગુના આચર્યાનું હોવાનું જણાતા તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાઈ છે.
પ્રા વિગતો મુજબ ગઈ તા.૨૩–૮–૨૦૧૮ના રોજ શહેરમાં ચિતાખાના ચોક ખાતે લેઉવા પટેલ સમાજ પાસે રહેતા ફરિયાદી હસ્મિતાબેન રહીમભાઈ જરીયાના મોબાઈલ ફોન ઉપર એક મેસેજ મારફત ઈન્ટરનેટ ટાવર માટે રૂા.૩૫ લાખ એડવાન્સ તથા રૂા.૪૫,૦૦૦ દર મહિને ભાડું આપવા લલચાવવામાં આવ્યા હતા. બાદમાં હસ્મિતાબેન જરીયાએ પોતાના મોબાઈલ ફોન ઉપરથી વાત કરતાં ડોલ્ફીન ટાવર સર્વિસમાંથી બોલતા હોવાનું જણાવી તેમની જગ્યા ટાવર માટે સિલેકટ થયા અંગેની વાત કરી, ડિપોઝીટ એન્ટિ્ર ફીના રૂા.૫,૧૫૦ આઈડીબીઆઈ બેન્કના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈ–મેઈલ દ્રારા ફરીથી રૂા.૬૧,૨૫૦ની માગણી કરી, રિકવાયરમેન્ટ ફોર્મ, ટર્મ અને કન્ડિશન વિગેરે દસ્તાવેજ કુરિયર દ્રારા આવેલ જેની ખરાઈ કરાવતાં, ખોટા હોવાનું જણાતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં જે અંગે ફરિયાદી હસ્મિતાબેન રાહીમભાઈ જરીયા દ્રારા સી–ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા સી–ડિવિઝન પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
તેમાં જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી–ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર આર.એમ. ચૌહાણ, પોલીસ સબ ઈન્સ્પેકટર એન.કે. વાજા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ, મેહત્પલભાઈ, કિરણભાઈ, પ્રવીણભાઈ, રવિન્દ્રભાઈ, કટારાભાઈ, ભગવાનજીભાઈ, કરણસિંહ, સંજયસિંહ, ડ્રાઈવર અતુલભાઈ દયાતર સહિતના સ્ટાફ દ્રારા ટેકનીકલ સોર્સના આધારે મળેલ માહિતી તેમજ બેન્ક એકાઉન્ટની વિગતના આધારે તપાસ કરતાં ખોટા નામે એકાઉન્ટ ખોલાવેલ હોય તેમ છતાં સી–ડિવિઝન પોલીસ દ્રારા ફોટોગ્રાફ અને બેન્ક એકાઉન્ટની વિગતના આધારે રાજસ્થાન રાયમાં ત્યાંના બાતમીદાર દ્રારા મળેલી બાતમીના આધારે જયપુર રાજસ્થાન ખાતેથી આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ અર્જુનસિંઘ ચૌહાણ રાજપૂત (ઉ.વ.૩૨, રહે.નિર્મળ વિહાર, નિવારૂ રોડ, પ્લોટ નં.૩૪,૩૫, જયપુર રાજસ્થાન) રાયને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીના કબજામાંથી
(અનુ. આઠમાં પાને