જૂનાગઢમાં કારનું પડીકું વળતા 4 યુવકોના મોત

February 10, 2019 at 12:17 pm


જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અહી આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં કારના ચાલકે સ્ટેયરિ»ગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારીને ગામના બસસ્ટેન્ડમાં ઘડાકાભેર અથડાઇ હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર યુવાનો ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે યુવકોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યાે છે.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ પાસે આજે વહેલી સવારે એક ફૂલ સ્પીડમાં એક કાર જઇ રહી હતી, ત્યાં કોઇ કારણસર ડ્રાઇવરે સ્ટેયરિ»ગ પરથી કાબૂ ગુમાવતા કાર સાઉથના ફિલ્મની જેમ ગુલાટીયા મારતી મારતી ગામના બસ સ્ટેશન પાસે ઘડાકાભેર અથડાઇ હતી. આ ઘટનામાં કાર ઘડાકાભેર બસ સ્ટેશનને અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા હતા.

આ ઘટનાની જાણ થતા ગામ અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તેમને કારમાં સવાર મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહાેંચીને મૃતદેહો પર કબજો મેળવીને તેમના પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલ આ ઘટનામાં એવું જાણવા મળી રહ્યું છે, કે ઘટનામાં ભોગ બનાર 4માંથી બે યુવાનો માંગરોળના શિક્તનગરમાં રહેતા રબારી પરિવારના હતા. જ્યારે બે યુવાનો લૂહાર પરિવારના હતા. ઘટનામાં ભોગ બનનાર એક યુવાનની બહેનના આજે લગ્ન છે. લગ્નના દિવસે જ ભાઇના મોતથી લુહાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

Comments

comments

VOTING POLL