જૂનાગઢમાં ઘરમાં ઘૂસી ચોરી કરતા તસ્કર રંગેહાથ ઝડપાયો

April 18, 2019 at 11:44 am


જૂનાગઢ શહેર પંથકમાં ચૂંટણી માહોલની ધમધમાટ વચ્ચે બંદોબસ્તમાં પરોવાયેલી પોલીસની વ્યસ્તતાનો લાભ લઈ તસ્કરો બેફામ બન્યા હોય તેમ વાહન ચોરી, ઘરફોડીના બનાવો નોંધાય છે.
સોરઠમાં તસ્કરોને પોલીસનો જરા પણ ડર ન હોય તેમ જૂનાગઢના પોલીસ હેડ કવાર્ટર પાછળ રહેતા સંજય કિશોરભાઈ મકવાણા ઉ.વ.35ના ફરિયાદીના પિતાના ઘરમાં ઘુસીને ચોરી કરવાના ઈરાદે માલસામન વેરવિખેર કરી રહેલા જુનાગઢના સરદાર બાગમાં રહેતા શબીર સુલેમાન મળી આવતા પોલીસે તેના વિધ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભેંસાણના ગોરખપુર ગામે સીમ ચોરી
ભેંસાણ તાલુકાના ગોરખપુર ગામની સીમમાં તા.17/4/19ના રાત્રે 9 વાગ્યે કોઈ અજાણ્યા શખસે ફરિયાદી મહેશભાઈ રામાણી અને તેના આસપાસની વાડીમાંથી કેબલ વાયર ટેપ સહિત ા.61 હજારની ચોરી કરી બાઈકની સીટ તોડી કુલ ા.7 હજારનું નુકસાન કયર્નિી ફરિયાદ નોંધાઈ છે.
વંથલીમાં ખેતરમાંથી ટ્રેકટરની ઉઠાંતરી
વંથલીના નવલખી રોડ વડવાળા હોટલ પાછળ ખેતર ધરાવતા મોહીત ભુતે અજાણ્યા શખસ વિધ્ધ ા. બે લાખનું ટ્રેકટર નં.જીજે11એચ 4415 કોઈ ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખસો વિધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Comments

comments

VOTING POLL