જૂનાગઢમાં ફરારી શખસને પકડવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો

October 12, 2018 at 12:07 pm


જૂનાગઢમાં ફરારી આરોપીઆેને અટકાયતમાં લેવા ગયેલ પોલીસ પાર્ટી પર હુમલો થવાના બનાવમાં પોલીસે આરોપીઆેને તથા તેના મળતીયાઆેને તાત્કાલીક દબોચી લઈ કાયદાની તાકાતનો પરચો બચાવ્યો હતો.
આ અંગે એ-ડિવિઝન પોલીસમાં નાેંધાયેલી વિગતો મુજબ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસમાં અગાઉ મારામારી તથા હત્યાના બે માસમાં પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા સલીમ ઉર્ફે લેવલ બાપુ યુસુફ (ઉ.વ.34)નું લોકેશન કોર્ટ પાસે દેખાતા એ-ડિવિઝન પીહઆઈ વાળાની ટીમ કોર્ટ રોડ પર આવેલ હુસેની બિલ્ડિંગ પાસે પહાેંચતા સલીમ ઉર્ફે લેવલ બાપુએ પોલીસની ધરપકડ ટાળવા તેના સાગરીત સાદીક મુસ્તાક બાબી, આઈશા સલીમ સહિતના ચાર શખસોએ પોલીસ પાર્ટી પર હુમલો કરવાનો પ્રયાસ કરી ધમાલ મચાવતા પોલીસે પ્રથમ આરોપીની ધરપકડ કરી પીઆઈ વાળાએ સલીમ તથા તેના સાગરીતો સામે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો નાેંધ્યો છે.

Comments

comments