જૂનાગઢમાં બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખસો, બુટલેગર ૧૦૦ બોટલ જથ્થા સાથે ઝડપાયા

May 25, 2019 at 11:02 am


જૂનાગઢ શહેર પંથકમાં દારૂ–જુગારની અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસે ધોંસ બોલાવી છે જેમાં તાલુકા પોલીસે ખામધ્રોળ ચોકડી પાસેથી મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતાં શખસને ઝડપી લઈ પૂછપરછ કરતાં દારૂ વેચનારા તથા છૂપાવનારા ત્રણ શખસોનો પર્દાફાશ થયો છે.
ખામધ્રોળ ચોકડી ખાતેથી મોટરસાઈકલ નં.જી.જે.૨૫–એસ.૮૪૯૨ની ઠાકાના આધારે અટકાયત કરી તપાસ કરતાં મહેશગિરિ દિનેશગિરિ અપારનાથી અને રમેશપરી રમણીકપરીને વ્હીસ્કીની ૧૨ બોટલો કિ.રૂા.૬ હજાર તથા બે મોબાઈલ સાથે ઝડપાયા હતા. તેમની પૂછપરછ કરતાં આ દારૂ સરગવીડા ગામે પ્રાથમિક શાળા, નદી પાસે રહેતા અશોક ઉર્ફે ભુરો કરમશી સોલંકીનો હોવાનું કબૂલતા પોલીસે તાત્કાલીક અશોક ઉર્ફે ભુરાના રહેણાંક મકાન પાછળ રેડ કરી બૂનવોકની બોટલો ઝડપી કુલ ૪૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ત્રણેયને ઝડપી લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Comments

comments

VOTING POLL