જૂનાગઢમાં ભાજપનો સપાટોઃ 59 માંથી 54 બેઠકો પર વિજય

July 23, 2019 at 10:21 am


જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મત ગણતરી થઈ હતી જેમાં મોટે ભાગે કેસરિયો છવાયો છે. આજે કુલ 56 બેઠકો માટે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 51 બેઠકો મેળવતા અને અગાઉ ત્રણ બિનહરિફ મળી ગઈ હોય, ભાજપને કુલ 54 અને એનસીપી-4 અને કાેંગ્રેસને ફકત એક સીટ ઉપર જીત છે. પ્રારંભથી જ મોટાભાગની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા. આ પ્રવાહો જોતાં જૂનાગઢમાં ફરીથી ભાજપનું શાસન નિòીત બન્યું હતું. કુલ 14 વોર્ડના આજે પરિણામો જાહેર થતાં 51 બેઠક ઉપર ભાજપ કેસરીયો છવાયો હતો. કાેંગ્રેસનો રકાસ થયો હતો. પરંતુ વોર્ડ નં.4માં એક મહિલા બેઠક મંજુલાબેન પરસાણાની કાેંગ્રેસને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડયો હતો અને વોર્ડ નં. 8ની ચાર બેઠકો ઉપર એનસીપીના ચારેય ઉમેદવારો વિજેતા થયા છે.

આ ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, પૂર્વ મેયર આદ્યાશિક્તબેન મજમુદાર અને ડે.મેયર ગીરીશ કોટેચા, મેયર પદના દાવેદાર ધીરૂભાઇ ગોહેલ, યાર્ડના વાઇસ ચેરમેન નટુભાઇ પટોળીયા વિજેતા થયા છે. જ્યારે કાેંગ્રેસના ધૂરંધર આગેવાન સતિષ કેપ્ટન અને કાેંગ્રેસમાં બળવો કરી અપક્ષ બનેલા પૂર્વ મેયર લાખાભાઈ પરમારનો પણ પરાજય થયો છે. અત્રે યાદ રહે ચૂંટણીની કાર્યવાહી દરમિયાન ભાજપને વોર્ડ નં. 3ની 3 બેઠકો બિનહરિફ મળી ગઈ હતી અને એક બેઠક માટે ઉમેદવારનું નામપત્ર રદ થતાં તે ખાલી રહી છે આથી બાકીના 14 વોર્ડની 56 બેઠકોની ચૂંટણી થઈ હતી.

ગત તા.21મીએ યોજાયેલી 14 વોર્ડની ચૂંટણીની આજે સવારે શરૂ થયેલી મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં ત્રણ વોર્ડ પૈકી સૌપ્રથમ વોર્ડ નં.9ના ચારેય ઉમેદવારો વિજેતા થવા સાથે ભાજપે ખાતું ખોલાવી લીધું હતું. ત્યારબાદ જાહેર થયેલા કુલ 11 વોર્ડના પરિણામોમાં કાેંગ્રેસનો ગજ વાગ્યો ન હતો.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 15 વોર્ડ પૈકી એક વોર્ડ બિનહરીફ જાહેર થતાં કુલ 14 વોર્ડના 56 ઉમેદવારોની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે કૃષિ યુનિવસિર્ટી, એન્જિનિયરિ»ગ કોલેજ ખાતે કલેકટર સૌરભ પારઘીના નિર્દેશન અને અધિક કલેકટર ડી.કે. બારિયાના માર્ગદર્શન હેઠળ સવારથી સૌપ્રથમ વોર્ડ નં.1,5 અને 9ની મત ગણતરી 50 જેટલા ટેબલો ઉપર ચાલુ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કાેંગ્રેસના તમામ બેઠકો પર એટલે કે 56 ઉમેદવારોને એનસીપીના 28 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

જેમાં સૌપ્રથમ વોર્ડ નં.9નું પરિણામ જાહેર થતાં ભાજપના મેયરપદના ઉમેદવાર મનાતા ધીરૂભાઈ ગોહિલ તેમજ એભા કટારા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા વિજયી ઘોષિત થયા હતા.

દરમિયાન એક પછી એક પરિણામો આવવા માંડતા વોર્ડ નં.5માં પણ ભાજપની પેનલના રાકેશ ધૂળેશિયા, જયેશભાઈ ધોરાજિયા, રેખાબેન ત્રાંબડિયા અને શિલ્પાબેન જોશી વિજેતા થયા હતા. વોર્ડ નં.1માં પણ ભાજપના નટુભાઈ પટોળિયા, અશોક ચાવડા, લાભુબેન મોકરિયા, શોભનાબેન પીઠિયાને વિજયી જાહેર કરાયા હતા. બીજા રાઉન્ડમાં વોર્ડ નં.10,13 અને 15ની ગણતરી હાથ ધરાઈ હતી.
ત્રીજા તબકકામાં વોર્ડ નં.2, 6 અને 15ની મતગણતરી શરૂ થતાં વોર્ડ નં.15માં ભાજપ-કાેંગ્રેસ વચ્ચે કસોકસનો મુકાબલો થયો હતો. જેમાં પૂર્વ મેયર લાખાભાઇ પરમાર અને કાેંગ્રેસના સતીષ કેપ્ટનની કારમી હાર થઇ હતી.
તેમાં વોર્ડ નં.2માં પણ ભાજપના લલીતભાઇ સુવાગીયા, કિરીટભાઇ ભીભા, સમીનાબેન સાંધ, સુમિતાબેન વાઘેલા, વોર્ડ નં.6માં ભાજપના ગોપાલભાઇ ખોલીયા, રાજીભાઇ નંવાણી, કુસુમબેન અકબરી અને શાંતાબેન મોકરીયા વિજયી ઘોષિત થયા હતાં. આ ઉપરાંત વોર્ડ નં.14માં પણ ભાજપના પૂર્વ મેયર આદ્યાશિક્તબેન મજમુદાર, કંચનબેન જાદવ, બાલાભાઇ રાડા, કિશોર અજવાણી વિજેતા થયા હતાં. વોર્ડ નં.11માં ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ શશીભાઇ ભીમાણી, પૂર્વ મેયર સ્વ.જીતુભાઇ હિરપરાના પત્ની લાભુબેન હિરપરા અને પંવીબેન વિજેતા થયા હતાં. સૌથી આેછુ મતદાન આ વોર્ડ નં.11માં થયું હતું.
વોર્ડ નં. 4માં વિજેતા થયેલા એનસીપીના ચાર ઉમેદવારોમાં વિજય વોરા, અદ્રેમાન પંજા, સેનિલાબેન થઈમ અને કોસીરબેન જુણેજાનો સમાવેશ થાય છે.
વોર્ડ નં.12 માં શાસક પક્ષના નેતા પુનીત શમાર્, હષાર્બેન ડાંગર, અરવિંદભાઇ ભલાણી સહિતની ભાજપ પેનલ વિજેતા થઇ છે. વોર્ડ નં.4માં મજૂલાબેન પરસાણા વિજેતા થતાં કાેંગ્રેસનું ખાતુ ખૂલ્યુ હતું.
વોર્ડ નં.15માં રસાકસી બાદ ભાજપના ડાયાભાઇ કટા

રા, જીવાભાઇ સોલંકી, બ્રાજશાબેન સોલંકી, મધુબેન આેડેદરા વિજેતા થયા હતા. જેમાં પૂર્વ મેયર લાખાભાઇ પરમાર અને કાેંગ્રેસના સતીષ કેપ્ટનની કારમી હાર થઇ હતી.

Comments

comments

VOTING POLL