જૂનાગઢમાં મિત્રદાવે ઘરમાં સાથે રહેતા શખસ સામે એક લાખના દાગીના ચોરી ગયાની ફરિયાદ

May 24, 2019 at 11:14 am


જૂનાગઢમાં નોંધાયેલી ચોરીઓમાં સી–ડિવિઝન પોલીસમાં ભરત પરબત શર્મા (ઉ.વ.૩૬, કૃષ્ણપાર્ક)એ સી–ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં ફરિયાદીના મિત્ર કાર્તિક ઉર્ફે કાનો ગિરીશ આરદેશણા પટેલ (ઉ.વ.૩૫) મુળ નવાગામ અને હાલ હાઉસિંગ બોર્ડ કોલોનીવાળો મિત્રદાવે ફરિયાદી સાથે મકાનમાં રહેતો હોય જેથી તા.૨૨–૫–૧૯ની રાત્રે ૮–૩૦થી ૧૦ દરમિયાન કાર્તિકે ફરિયાદીના ઘેર આવી રસોડાના ખુલ્લા કબાટમાં રાખેલ પ્લાસ્ટિકની ડબીમાંથી ૧ તોલાના સોનાના સવજનની ૨ બુટી ૨૫,૦૦૦, ૧ તોલા વજનની ૬ છુટ્ટી ૨૫,૦૦૦, સોનાના ચેઈનનો પેન્ડલ–૨ દોઢ તોલા કિ.રૂા.૩૬૦૦૦ની કિંમતના સોનાના દાણા તથા ચાર હજાર મળી કુલ ૯૫,૦૦૦ની મત્તા ચોરાયાની પોલીસ ફરિયાદને આધારે સી–ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
૧૧ હજારની ઘરફોડ ચોરી
ચોરીના અન્ય બનાવમાં મહેશ બચુ પાટડિયા વણઝારી ચોકવાળાએ બી–ડિવિઝનમાં ફરિયાદ કરી તા.૧૮થી ૨૦ દરમિયાન અશોકનગરમાં આવેલ બધં મકાનના બારીના નકુચા તોડી, નકુચા અને મ્યુઝીકની સીસ્ટમ સહિત કુલ ૧૭ હજારની કોઈ અજાણ્યા શખસો ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બાઈકની ઉઠાંતરી
બિલખાના જાપળિયા ગામેથી ગિરીશ સાવલિયાના ઘર પાસેથી તેની હોન્ડાની ચોરી થઈ હતી

Comments

comments

VOTING POLL