રાજકોટના પત્રકારો ઉપર પોલીસના લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાત: ઠેર–ઠેર ધરણા

May 13, 2019 at 11:26 am


Spread the love

જૂનાગઢમાં ગઇકાલે જવાહર રોડ, સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા-રમણદેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કવરેજ કરી રહેલા ન્યુઝ ચેનલના પત્રકાર તથા કેમેરામેન પર કોઇપણ પ્રકારના આદેશ વિના પોલીસ કર્મીઆે દ્વારા આડેધડ લાઠીચાર્જ કરવાના બનાવને લઇ જૂનાગઢ તેમજ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના પત્રકારોએ આખી રાત એસપી આેફીસ બહાર જવાબદાર પોલીસકર્મીઆે સામે કાર્યવાહીની માગ સાથે ધરણા પર બેસી ચોથી જાગીર પરના હુમલા સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યા બાદ આજે સવારથી ધરણા આંદોલન ચાલુ રાખ્યું છે.
ગઇકાલે જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ રાધા-રમણદેવ, સ્વામિનારાયણ મંદીરની પાંચ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. તે ઉપરાંત ભારે રસાકસીપૂર્ણ મતદાન બાદ સાંજે મતદાન પૂર્ણ થયા બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ સામે થયેલી ચકમકની વિગતો પુછતા ખાનગી ચેનલના પત્રકાર તથા કેમેરામેન પર પોલીસે ઉગ્રતાપૂર્વક આડેધડ લાઠીચાર્જ કરતા તેમજ આ ઘટનાના સંપૂર્ણ વીડિયો પણ હોવા છતાં ચોથી જાગીર પરના આ હુમલાના કસુરવારો સામે માત્ર તપાસ બાદ કાર્યવાહી કરવાથી એસપીએ આપેલી વિગતોથી પત્રકારોમાં રોષ છવાયો હતો.
જૂનાગઢમાં પોલીસ પત્રકારો ઉપર જાણેકે કોઇ લુખ્ખા હોય અથવા તો અસામાજીક તત્વો હોય તેવી રીતે લાકડી વડે તુટી પડતા ભારે રોષ પેદા થયો છે. પોલીસ દ્વારા શહેરમાં લુખ્ખાગીરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ પત્રકારો ઉ5ર ખાર રાખીને આવુ વર્તન કરવામાં આવ્યુ હોવા બાબતે સૌરાષ્ટ્રભરના પ્રિન્ટ અને ઇલોકટ્રાેનીક મિડિયાના પત્રકારોમાં ભારે રોષ પેદા થયો છે. ગઇકાલે સાંજે મીડિયા પત્રકારો ઉપર લાઠીચાર્જના મુદ્દે જવાબદાર એડિવિઝનના પીઆઇ સહિતના સ્ટાફ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
સમગ્ર ઘટનામાં નાેંધનીય બાબત એ છે કે લાઠીચાર્જ સામાન્ય રીતે મેજીસ્ટ્રેટના આદેશને આધિન કરી શકાય પરંતુ આ બનાવમાં કોઇ આદેશ ન હોવા છતાં લાઠીચાર્જ કરાયો હતો.