જૂનાગઢ ઝુલેલાલ મંદિર દ્રારા આજથી ચેટીચાંદ મહોત્સવ: આજે રાત્રે મ્યુઝિકલ પાર્ટી

April 5, 2019 at 11:32 am


જૂનાગઢમં ઝુલેલાલ ચોક યુવક મંડળ દ્રારા ઝુલેલાલ સાહેબના પ્રાગટય મહોત્સવ (ચેટીચાંદ)સતં સાનુરામ સાહેબ તથા માતા સાઘણી સાહેબ વરસી મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે રાત્રે ઝુલેલાલ મંદિર–ઝુલેલાલ ચોક, આદર્શનગર–૧ ખાતે (રાજા વાનવાણી–રાજકોટ)થી મ્યુઝિકલ પાર્ટી તથા લંગરપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આવતીકાલે શનિવારે ભગવાન ઝુલેલાલ સાહેબની શાહીસવારી ડી.જે. સાથે નીકળશે અને ઝુલેલાલ મંદિર, આંબાવાડી, ન્યુ ગુરુદ્રારા, અંબિકાનગર, સાંઈબાબા સોસાયટી, ગિરિરાજ સોસાયટી, સહજાનદં સોસાયટી, વલ્લભનગર, ગાયત્રીનગર, આશિયાના સોસાયટી, આદર્શનગર–૨, ગરબી ચોક થઈ ઝુલેલાલ મંદિર ખાતે પહોંચે.
શનિવારે અખડં પાઠ સાહેબ તેમજ બપોરે ભંડારાનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં તમામ સિંધી સમાજના લોકોને જોડાવા ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ સ્વામી સર્વાનદં એયુ.ટ્રસ્ટ, અંબિકાનગર, સિંધી જનરલ પંચાયત, ઝુલેલાલ ચોક યુવક મંડળ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Comments

comments