જૂનાગઢ નરસિંહ યુનિ. 27મીએ ભારતીય શિક્ષણ દર્શન વિશેષ તજજ્ઞોની વિચારગોષ્ટિ

February 16, 2018 at 11:09 am


ભારતીય શિક્ષણ દર્શન વિષય સંદર્ભના પરીસંવાદમાં જ્ઞાનની સરવાણી વહેશે. ભકત નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આગામી તા.27-2ને મંગળવારના રોજ એક દિવસીય વિચારગોષ્ટી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય શિક્ષણ દર્શન વિષય સંદર્ભના આ પરિસંવાદમાં અમદાવાદ ખાતેની પુનત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઈન્દુમતીબેન કોટદરે ભારતીય સંગીતના શિક્ષણ પર ખાસ વકતવ્ય આપશે. શિક્ષણની સ્થિતિનો ભુતકાળ વર્તમાન કાળ અને ભવિષયનો વિસ્તૃત અભ્યાસ માણવાનો અનોખો અવસર આ ઉપરાંત પરિસંવાદમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ કે.એસ.લીખીયા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એચ.આર.ડી.સી.ના નિયામક પણ વકતવ્ય આપશે. આ વિચાર ગોષ્ઠિમાં તમામ નિમંત્રીતોને કુલપતિ ડો.જે.પી.મૈયાણીએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

Comments

comments

VOTING POLL