જૂનાગઢ પાસે કારમાં 49 લિટર લૂઝ વિદેશી દારૂ, 65 બોટલ સાથે બે શખસો ઝડપાયા

November 22, 2018 at 11:37 am


જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ આઇ.જી.પી. સંદિપસિંહની સુચનાથી રેન્જમાં દારુ તથા જુગારનની પ્રવૃિત્તને નેસ્ત નાબુદ કરવાના ભાગ રુપે મળેલ સુચના અન્વયે આર.આર.સેલના ડી.બી.પીઠીયા તથા સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતો અગાઉ દારુના કેસમાં પકડાયેલ ભનજી ઉર્ફે ભનુ રાજા રાવલીયા મારુતી ફ્રંટી જીજે 1 એચએલ 1871માં દમણથી દારુ ભરીને નીકળેલ છે. અને જુનાગઢ આવવાનો છે. તેવી હકિકત મળતાં વડાલ પાસે વોચમાં હતા દરમિયાન ઉપરોક્ત કાર નિકળતા તેને રોકાવતાં કારમાંથી ઇંિગ્લશ દારુની બોટલ નંગ-10 કિ.રુ.5420/- તથા ગેસની ટાંકીમાં ભરેલ 48.45 લિટર લુઝ ઇંિગ્લશ દારુ બોટલ નંગ-65 કિ.રુ.22750/- તથા મો.ફો.નંગ-2 કિ.રુ.1000/- તથા ગેસની ટાંકી-1 કિ.રુ.500 તથા મારુતી ફ્રંટી કિ.રુ.50000/- મળી કુલ રુ.79670/-ના મુદ્દામાલ સાથે (1) ભનજી ઉર્ફે ભનુ રાજા રાવલીયા દલીત રહે. ગાંધીગ્રામ જુનાગઢ (2) કલ્પેશ ઉર્ફે રામદેવ ભીખા કાપડી બાવાજી રહે.મોટા મયકા તા.ગાેંડલ વાળા બન્ને જડપાઇ ગયેલ અને (1) સંજય ઉર્ફે મોહીની ભરતભાઇ સાેંદરવા રહે. કડીયાવાડ જુનાગઢ (2) યુશુફ ગામેતી રહે. મંદરડા વાળા નાસી ગયેલ હોય તેના વિરુધ્ધ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ રજીષ્ટર કરાવેલ છે.

Comments

comments

VOTING POLL