જૂનાગઢ ભવનાથથી સોમનાથ સુધીની 102મી પદયાત્રા પૂર્ણ

September 11, 2018 at 11:49 am


જૂનાગઢ ભવનાથ મંદિરથી સોમનાથ મંદિર ખાતે 102મી પદયાત્રા પૂર્ણ કરેલ અને આ યાત્રા સાથે તેઆેની પાંચ પ્રતિજ્ઞાઆે પૂર્ણ થાય તેવી સરકારને સદબુધ્ધિ આપે તેવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરેલ.

જેઆેની પ્રતિજ્ઞાઆેમાં આંતકવાદ, ભ્રષ્ટાચાર નાબુદ થાય, ભારતનાં તમામ બાળકોને સમાનતા ભણવાનો હક મળે, તમામ પ્રકારનાં વ્યસનો મુકત ભારત બને, જનલોકપાલ બીલ મંજુર થાય, તેમજ ભારતની માતા-બહેનો અને ગૌ માતાઆે ઉપર થતાં અત્યારો બંધ થાય, ન્યાય પાલિકા 30 વર્ષે જે ચૂકાદાઆે આપે છે તે એક વર્ષમાં નિકાલ આવે આ અમારી 102 પદયાત્રાનાં મુખ્ય સંકલ્પો છે જે સરકાર પૂર્ણ કરે તેવી માગણી કરેલ.આ પત્ર યાત્રીમાં ડો. ડી.એ.રાઠોડ, જયંતિભાઈ, નગાભાઈ સોલંકી, સાજણભાઈ ઘુઘલ, નરેશ જે.ગોહિલ, નાનજી એમ.પાણખાણિયા સહિતનાં યાત્રિકો આ પદયાત્રામાં જોડાય હતા અને સોમનાથ દાદાને પ્રાર્થના કરેલ હતી.

Comments

comments

VOTING POLL