જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ખાલી પડેલ ઐતિહાસિક બિલ્ડિંગ પરિસરમાં નવી કોર્ટ બનાવવા મશની રજૂઆત

March 14, 2018 at 11:34 am


જૂનાગઢ બેઠક ઉપર 6 ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા મહેન્દ્રભાઈ મશએ જણાવ્યું છે કે તાજેતરમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલનું નવી મેડિકલ કોલેજ ખાતે સ્થળાંતર થયું છે તેથી જૂનાગઢની વિશાળ ઐતિહાસિક હોસ્પિટલનું બિલ્ડીંગ ખાલી થયું છે. જો તેની દેખભાળ નહીં લેવાય તો ઐતિહાસિક બિલ્ડિંગ નામશેષ થઈ જશે.

દરમિયાન જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ગાંધીગ્રામ ખાતે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે અને તેમાં મોટો ખર્ચો થાય તેમ છે ત્યારે એક સુચન છે કે હાલમાં ખાલી થયેલ વિશાળ સિવિલ હોસ્પિટલની વિશાળ જગ્યા ધરાવતા સંકુલમાં તમામ કોર્ટો સમાઈ શકે તેમ છે તો નવું કોર્ટ સંકુલ દૂરની જગ્યાએ બનાવવાને બદલે આ ઐતિહાસિક જગ્યામાં કોર્ટ બેસાડવામાં આવે તો લોકોને રાહતપ બની રહેશે અને સરકારનો ખર્ચ પણ બચી જશે અને આ ઐતિહાસિક ઈમારત સલામત થઈ જશે. હાલના કોર્ટ સંકુલમાં જગ્યાનો અભાવ હોઈ બહ જ નાના નાના મોમાં અદાલતો ચલાવાતી હોય છે તેથી તે અગવડતા નિવારવા માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ખાલી પડેલ વિશાળ સંકુલમાં વધારાની કોર્ટોને ફેરવવામાં આવે તો અગવડતા નિવારી શકાશે કારણકે સિવિલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલની ઐતિહાસિક વિરાસત સચવાઈ જશે, પાર્કિંગનો પ્રશ્ર્ન હલ થશે, દર્દીના ખાલી પડેલ વોર્ડો (ખંડો) વિશાળ હોવાથી કોર્ટો ચલાવવા માટે મોકળાશ મળશે, ઐતિહાસિક ઈમારતો હોવાથી શોભા વધશે, શહેરની મધ્યમાં હોવાથી લોકોને સુગમતા રહેશે, આ ખાલી પડેલ ઈમારતને ત્રણ ગેટ હોવાથી ટ્રાફિક પ્રશ્ર્ન રહેશે નહીં, ખાલી પડેલ ઈમારતની આગળ ગાર્ડન આવેલ હોઈ કોર્ટ કામે આવતા લોકો ત્યાં શાંતિ મેળવી શકશે, ખાલી પડેલ હોસ્પિટલ કેમ્પસમાં કોર્ટ સંકુલ કરવામાં આવે તો ઐતિહાસિક ઈમારતો સલામત થશે. આ બાબતે સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરાઈ છે.

Comments

comments

VOTING POLL