જૂના માર્કેટ યાર્ડમાં 25 લાખ બારદાન ભસ્મીભુત પ્રકરણમાં સૂત્રધાર ઝાલાવાડિયાના સાતેય સાગરીતોની જામીન અરજી ફગાવાઈ

September 12, 2018 at 3:40 pm


રાજકોટ માર્કેટ યાર્ડમાં 25 લાખ ખાલી ગુણીઆે સળગાવવાના પ્રકરણના સુત્રોધાર મગન ઝાલાવાડીયાના સાત સાગ્રીતોની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

માર્કેટીગ યાર્ડમાં લાગેલી જંગી આગમાં મગફળીની 25 લાખ ખાલી બારદાન સળગાવવા ઉપરાંત બારદાનનો બચી ગયેલો જથ્થો સગેવગે કરવા પ્રકરણમાં મુખ્ય આરોપી મગન ઝાલાવાડીયાને મદદગારી કરનારા સાત સાગ્રીતોની બી-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી બાદમાં તેમની દસ દિવસની રિમાંડ પુરી થતા જેલ હવાલે થયા હતાં. બાદમાં સાતેય આરોપીઆેએ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છુટવા અરજી કરી હતી. જે અનુસંધાને જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે વોરા, મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન અને અનિલ ગોગીયાની રજૂઆતોને ધ્યાને લઈને એડિશ્નલ સેશન્સ જજ વી.વી.પરમારે મનસુખ લીબાસીયા, અરવિંદ ઠકકર, મહેશ મગ, કાનજી દેવજી, નિરજ મનસુખ, પરેશ હંસરાજ સહિતના સાતેય આરોપીઆેની જામીન અરજી ફગાવી દીધી હતી.

Comments

comments