જેટનું ‘ઉઠમણુ’ં થવાની આશંકા વચ્ચે ભાડું ‘માપ’માં રાખવા વિમાની કંપનીઓને આદેશ

April 17, 2019 at 10:47 am


સરકારે જેટ એરવેઝની ગમે ત્યારે ધડામ થવાની આશંકાને પગલે વિમાની કંપનીઓને ૧૦ અત્યતં વ્યસ્ત હવાઈ માર્ગેા ઉપર ભાડું કાબૂમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ માર્ગેા ઉપર ભાડું એક મહિનાની અંદર ૩૦ ટકા જેટલું વધી જતાં સરકાર સફાળી જાગી છે.

આ કવાયતમાં ડીજીસીઅ દ્રારા વિમાની કંપનીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ ડીજીસીએ દ્રારા કહેવાયું કે તે હવાઈ ભાડામાં ઉતાર–ચડાવ અંગે દૈનિક આધાર પર નજર રાખશે અને યોગ્ય કાર્યવાહી માટે એરલાઈન્સને નિર્દેશ આપશે. બેઠક બાદ ડીજીસીઅ સચિવ પ્રદીપસિંહ ખરોલાએ કહ્યું કે ડીજીસીએએ ૪૦ વ્યસ્તતમ માર્ગેા પર ભાડાની સમીક્ષા કરી છે. તેમાં માર્ચ અને એપ્રિલના ભાડાની તુલના કરવામાં આવી છે. સમીક્ષામાં એવું પણ ધ્યાન પર આવ્યું છે કે દિલ્હી–મુંબઈ સહિત ૧૦ મહત્ત્વના માગા પર ભાડું ૧૦થી ૩૦ ટકા સુધી વધ્યું છે. તેને નિયંત્રણમાં રાખવાનો નિર્દેશ એરલાઈન્સોને આપવામાં આવ્યો છે જેથી ગરમીઓની રજાઓના મહિનાઓમાં મે–જૂનમાં ભાડું વધી ન જાય.

ઉલ્લેખનીય છે કે ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ જેટની લાઈટ રદ થવાથી યાત્રિકોને થઈ રહેલી પરેશાનીઓને ધ્યાનમાં રાખતાં ડીજીસીએને સચોટ પગલાં ઉઠાવવા કહ્યું હતું. યારે એકિસગોના સીઈઓ આલોક વાજપેયીએ કહ્યું કે ઈંધણની ઉંચી કિંમતો, એરલાઈન્સો સાથે તગડી પ્રતિસ્પર્ધા અને જેટના સંકટથી ભાડામાં ૩૫ ટકાનો ઉછાળો આવ્યો છે. જો જેટના વિમાન બીજાને ફાળવવામાં આવે તો સીટ પર દબાણ ઓછું થવાથી ભાડું ૧૫થી ૨૦ ટકા સુધી ઓછું થઈ શકે છે.

Comments

comments