જેટ એરવેઝના યાત્રિકોને રદ્દ થયેલી ટિકિટનું રિફંડ મેળવવામાં પડી શકે છે મુશ્કેલી

April 18, 2019 at 11:28 am


જેટ એરવેઝની તમામ ઉડાનો ઠપ્પ થઈ જવાને કારણે અનેક યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે આ મુશ્કેલી આટલેથી જ અટકશે નહીં. એક બાજુ તેમને પહેલાંથી નક્કી કરેલી યાત્રાને પૂર્ણ કરવા માટે અત્યંત ઉંચી કિંમતે નવી ટિકિટ ખરીદવી પડશે તો બીજી બાજુ રદ થયેલી ટિકિટનું રિફંડ મેળવવા માટે પણ ઘણી મહેનત કરવી પડી શકે છે.

એર ઈન્ડિયાના એક પૂર્વ અધિકારીએ કહ્યું કે એરલાઈન્સ પાસે ભીષણ રોકડ સંકટ છે જેના કારણે તેનું સંચાલન સંપૂર્ણ બંધ કરી દેવું પડયું હતું. આવામાં યાત્રિકોને ટિકિટના પૈસા પરત મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. તેમણે કહ્યું કે જો સ્થિતિમાં સુધારો ન આવે તો એ વાતની ઘણી આશંકા છે કે યાત્રિકોને પૈસા પરત મેળવવા માટે ગ્રાહક અદાલતના દ્વાર ખટખટાવવા પડે. એટલું જ નહીં જો કરજદાર ઋણ સમાધાન પ્રકિયા હેઠળ એનસીલટીનો માર્ગ પકડે તો યાત્રિકોને રિફંડ મેળવવા માટે લાંબો ઈન્તેજાર કરવો પડી શકે છે.

એસબીઆઈની આગેવાનીવાળા જૂથે કહ્યું કે એરલાઈન્સને કોઈ પણ પ્રકારનું ફંડ મેળવવા માટે 10 મે સુધીની રાહ જોવી પડશે. આ પહેલાં રકમ ઉપલબ્ધ કરાવવા અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે તેમ નથી. બેન્કોએ જણાવ્યું કે કંપ્નીની ભાગીદારી વેચવા માટે હરાજીની અતિમ સમયસીમા 10 મે નિધારિત કરવામાં આવી છે અને જ્યાં સુધી કોઈ કાનૂની ખરીદાર સામે ન આવે ત્યાં સુધી ફંડ જારી કરવું મુશ્કેલ છે.
વર્ષ 2014થી અત્યાર સુધીમાં જેટ એરવેઝ સહિત આઠ એરલાઈન્સ બંધ થઈ ચૂકી છે. તેમાં એર પેગાસસ, એર કોસ્ટા, એર કાર્નિવલ, એર ડેક્કન, એર ઓરિસ્સા, ઝૂમ એયર અને કિંગફિશરનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL