જેટ એરવેઝની અધોગતિ

April 19, 2019 at 9:03 am


આર્થિક સંકટમાં ફસાયેલી જેટ ઍરવેઝને ઉગારવા માટે બેન્કોએ રૂપિયા 400 કરોડનું ધિરાણ તાકીદના ધોરણે આપવાનો ઇનકાર કરતા આ ઍરલાઇન પાસે પોતાની વિમાનસેવા કામચલાઉ ધોરણે બંધ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. અને એક સમયે એવિએશન સેક્ટરમાં ધમાલ મચાવનારી આ જેટ ઍરવેઝને તાળાં મારી દેવામાં આવ્યા છે. રપ વર્ષ જૂની જેટ ઍરવેઝ છેલ્લા થોડા સમયથી નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલ છે. જાન્યુઆરીથી આ એરલાઈનની ઉડાન સતત ઘટી રહી હતી. અગાઉ 123 વિમાનનો કાફલો ધરાવતા જેટના છેલ્લે છેલ્લે તો પાંચ જ વિમાન ઉડાન ભરતા હતા.
આમ તો 2014 બાદ છ એરલાઈન ઉડાન બંધ કરીને જમીન પર આવી ગઈ છે જેમાં એરકોસ્ટા, એર કાર્નિવલ, એર ડેક્કન, એર ઓડિસા, ઝુમ ઍર અને ઍર પેગાસસનો સમાવેશ છે. જેટ ફરીથી ઉડાન ભરશે કે કેમ તે વિશે શંકા છે. આમ તો જેટ ઍરવેઝમાં જાન્યુઆરીથી મુશ્કેલીનો પ્રારંભ થયો હતો. જેટના સ્થાપક નરેશ ગોયલે બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. પત્ની પણ બોર્ડમાંથી નીકળી ગયાં હતાં. તેઓનો હિસ્સો પ1 ટકાથી ઘટીને રપ ટકા થઈ ગયો હતો. સ્થાપક અને ચેરમેનના રાજીનામા બાદ મુખ્ય ધિરાણકતર્િ સ્ટેટ બેન્કે કામચલાઉ રીતે જેટને ઉગારવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ જેટના આંતરરાષ્ટ્રીય અને લોકલ ઉડાન સતત ઘટતા જતાં હતાં. પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા.
જેટના પાઈલટ, એન્જિનિયર્સ સહિત 16000 કર્મચારીના પગાર અટકી ગયા હતા. સ્ટાફ દ્વારા દિલ્હી-મુંબઈમાં વિરોધ પ્રદર્શન થયા હતા. સ્ટેટ બેન્કે ઈન્વેસ્ટરો પાસેથી બીડ મગાવી હતી જેને નબળો પ્રતિસાદ મળ્યો છે. નરેશ ગોયલ બીડ કરશે એવું લાગતું હતું, પરંતુ તે પણ પાણીમાં બેસી ગયા હતા. સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક સહિતના ધિરાણદારો જેટને ઉગારવા સતત ચચર્-િબેઠક કરી રહ્યાં હતા. ગત મહિને આ એરલાઈનમાં રૂ. 1500 કરોડનું ભંડોળ આવશે એવો ઠરાવ થયો હતો, પરંતુ તે હકીકત બની નથી.
હાલ જેટલી એરલાઈન ચાલે છે તેના કરતા બંધ થયેલી એરલાઈન્સની સંખ્યા વધારે છે. જેટ ઍરવેઝને ઉગારવા સરકારે સક્રિય પ્રયાસ કયર્િ નથી એવું લાગે છે. ચૂંટણીના સમયે સરકાર આ એરલાઈનને ઉગારી લેશે એવું લાગતું હતું. જો કે, જેટ એરલાઈનને હજુ આશા છે કે સરકાર કંઈક માર્ગ કાઢશે. અન્યથા પાંચ વર્ષમાં સાતમી એરલાઈન કંપ્નીનો ભોગ લેવાશે. જેટ એરવેઝને બધી બાજુથી નિરાશા જ મળી છે.

Comments

comments