જેટ એરવેઝમાં રોકાણનું ઇંધણ પૂરશે અનેક બેન્કો

January 17, 2019 at 10:46 am


સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ અને તેના કરજદારો વચ્ચે વાતચીત હવે અંતિમ ચરણમાં પહાેંચી ગઈ છે. નરેશ ગોયલના નેતૃત્વવાળી કંપનીએ સત્તાવાર બયાન જારી કરીને પોતાના વિદેશી પાર્ટનર એતીહાદને ખુબ જ આેછા ભાવ પર શેર જારી કરવાની અટકળો પાયા વગરની જાહેર કરી છે.
સૂત્રોએ એવો સંકેત આપ્યો છે કે, સમાધાન યોજના હેઠળ એસબીઆઈના નેતૃત્વમાં બેન્કોનું આખું ગ્રુપ જેટ એરવેઝના પુર્નગઠન બાદ જેટના સૌથી મોટા શેરધારક બની જશે. આ જૂથ જેટ એરવેઝને આેક્સિજન આપશે. જેટને લોન આપનાર એક બેન્કના અધિકારીએ કહ્યું છે કે, એસબીઆઈના નેતૃત્વવાળા બેન્કોના ગ્રુપ દ્વારા જેટ એરવેઝમાં અંદાજે 40 ટકા હિસ્સેદારી ખરીદવામાં આવશે અને એતીહાદની ભાગીદારી 2થી 3 ટકા સુધી વધી શકે છે. જેટના સ્થાપક ચેરમેન ગોયલની હિસ્સેદારી ઘટીને 24 ટકાની નજીક પહાેંચી જશે. અત્યારે ગોયલ પાસે કંપનીની 51 ટકા ભાગીદારી છે અને એતીહાસ પાસે 24 ટકા ભાગીદારી છે.
બેન્કો અને કંપનીના અધિકારીઆે વચ્ચે નાણાં એકત્ર કરવાના વિકલ્પોને લઈને ચર્ચા થઈ ગઈ છે. બેન્કો તરફથી કેટલીક શરતો નકકી કરવામાં આવી છે. દા.ત. કરજદાતા જેટ એરવેઝના ડાયરેકટર મંડળમાં સામેલ થઈ શકે છે. એમ માનવામાં આવે છે કે, આ લોકો ગોયલ પાસેથી વ્યિક્તગત ગેરંટી અને વિદેશી બોન્ડના પુર્નગઠન પર જોર આપી રહ્યા છે.

Comments

comments

VOTING POLL