જેટ એરવેઝ અને એર ઈન્ડિયામાં નાણાંનું ‘ઈંધણ’ પૂરવાનો મુકેશ અંબાણીનો વિચાર

April 20, 2019 at 10:21 am


મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ્ને આમ તો હવે દેશના ઘણા બધા ધંધા-ઉદ્યોગોમાં રસ પડયો છે અને તેણે પ્રવેશ પણ કર્યો છે. ટેલિકોમ સેક્ટરમાં પણ પોતાનો પગદંડો જમાવ્યા બાદ હવે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ આ ગ્રુપ્ને રસ જાગ્યો છે અને ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને જેટ એરવેઝ અને એર ઈન્ડિયામાં સ્ટેક લેવાની ઈચ્છા છે.
આ ફિલ્ડ એક બાકી રહ્યું છે અને તેમાં પણ મુકેશ અંબાણી ગ્રુપ પોતાની કાબેલિયત પૂરવાર કરવા માગે છે. જેટ એરવેઝ અને એર ઈન્ડિયા બન્નેએ અંતિમ નાણાકીય વર્ષમાં મોટાપાયે ખોટ કરી છે અને બન્નેના કમ્બાઈન્ડ માર્કેટ શેર ફક્ત 25 ટકા વધ્યો છે. 25 વર્ષ સુધી હાઈ ફ્લાઈ રહ્યા બાદ જેટ એરવેઝનું લેન્ડીંગ કરવું પડયું છે અને જેટના વિમાનોના પગ બાંધી દેવામાં આવ્યા છે. એ જ રીતે એર ઈન્ડિયા પણ નાણાકીય સંકટમાં છે ત્યારે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ્ને હવે તેમાં મોટાપાયે સ્ટેક લેવાની ઈચ્છા છે. જો કે આ દિશામાં અત્યારે ફક્ત ગ્રુપ્ની ઈચ્છાના સમાચાર બહાર આવ્યા છે. આ માટે એમની કોઈ સત્તાવાર હિલચાલ શ થઈ છે કે કેમ તે અંગે હજુ કશું બહાર આવ્યું નથી.

રિલાયન્સ ગ્રુપ્ના એક અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે અખબારને જણાવ્યું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને એર ઈન્ડિયામાં રસ છે અને તે કંપ્નીના ઓવરઓલ પ્લાનનો એક ભાગ છે. અત્યારે આ બોર્ડમની વાતો છે પરંતુ આગળ જતાં તે નક્કર દિશામાં પરિવર્તિત પણ થઈ શકે છે. રિલાયન્સ ગ્રુપ ચચર્-િમંત્રણા પણ આ બારામાં શ કરી શકે છે તેવો સંકેત પણ એમણે આપ્યો છે અને જો આ બન્ને એર લાઈન્સમાં રિલાયન્સ ગ્રુપ મોટાપાયે હિસ્સો લેશે તો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં હરિફાઈ વધુ ખતરનાક પાંખો લઈને ઉડશે તેમ માનવામાં આવે છે.

Comments

comments