જેતપુરના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

October 11, 2018 at 11:21 am


જેતપુર પંથકના કાગવડમાં લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન માં ખોડલના ભવ્યાતિ ભવ્ય ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજી નવરાત્રી ભારે આસ્થાભેર ઉજવણી થઈ રહી છે. જેમાંખોડલધામ ટ્રસ્ટ દ્વારા આસો માસના પહેલા નોરતે પરંપરાગત રીતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની સમભાવ પદયાત્રાનું આયોજન હાથ ધરાયું હતું.જેતપુર તાલુકાના કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીના 3 કિ.મી. પુરા રસ્તાને કાગવડ ગામની બહેનો દ્વારા રંગોળીથી સજાવટ કર્યો હતો, જ્યારે પુરા ગામને નવોઢા દુલ્હનની જેમ તોરણ, રંગોળી, દિવા, સાથીયાની જેમ સજાવટ કરી નવરાત્રીના પ્રથમ દિવસે ગ્રામ્યવાસીઆેએ પદયાત્રીઆેનું પુષ્પવષાર્થી અભિવાદન કરવામાં આવ્યું હતું. ડી.જે.ના તાલ સાથે જામ ચઢાવતા ગરબાના સુરના સથવારે જય માં ખોડલના જયધોષ સાથે ભતક્ત સાથે એકતાની શતક્ત સુત્રને ચરિચાત કરતી પદયાત્રામાં હજારો ભાઇઆે-બહેનો ઉમટી પડéા હતા.ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ સહિત હજારો પદયાત્રીઆે તથા રાજકોટ ખોડલધામ વિધાર્થી સમિતિ, મહિલા સમિતિ સવારે 11 કલાકે ખોડલધામ મંદિરના પંટાગણમાં પહાેંચી હતી, ત્યાં માં ખોડલના ચરણોમાં શીશ નમાવી આશીવાર્દ મેળવી મહાઆરતી તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામે ગામેથી ઉત્સાહથી જાડાયેલ પદયાત્રીઆેનું ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમુહ પ્રસાદીનું આયોજન હાથ ધરાયું હતું.

Comments

comments

VOTING POLL