જેતપુરના દેરડી ગામે મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ બેસણું રાખ્યું

July 19, 2019 at 11:20 am


Spread the love

સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાય રહ્યાે છે, ત્યારે જગતનો તાત ચિંતામાં આવી ગયો છે ત્યારે જેતપુર તાલુકાના દેરડી ગામના ખેડૂતોએ મગફળીનો પાક ટ્રેક્ટર વડે રાપલીને મગફળીનું બેસણું યોજી સરકાર પાસે પ્રધાન મંત્રી ફસલ વીમાની માગ કરી હતી.

સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે. વાયુ વાવાજોડામાં થયેલ વરસાદ બાદ વાવેતર કર્યું હતું, મેઘરાજા છેલ્લા એક માસથી ન વરસતા ખેડૂતોનો મહામૂલો પાક મુરજાઈ રહ્યાે છે અને દરોજ ખેડૂત આકાશ સામે જોઈ અને કહે છે એ મેઘરાજા હવે તો પધરામણી કરો ભીમ અગિયારસના દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા અને ખેડૂતો એ પોતાના ખેતરમાં કપાસ મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ સમયસર વરસાદ ન વરસતા ખેડૂતો ની મોલાત મુરજાઈ રહી છે અને ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યાે છે.

ખેડૂતોએ આગોતરી વાવણી કરી લીધી છે રાત દિવસ મહેનત કરી વાવણી કરી છે પરંતુ મેઘરાજા સમયસર વરસતા નથી જેથી કરીને ખેડૂતની હાલત કફોડી બની છે પાક નિષ્ફળ ગયો છે પાક રાપલી નાખવાનો વારો આવ્યો છે. વરસાદ નથી પડéાે આજે 35 દિવસ થઈ ચુક્યા છે સરકાર દ્વારા કોઈ સર્વે કરવા નથી આવતું અને કોઈપણ તેને પ્રકારની મદદ સરકાર કરતી નથી.

આ બાબતે આજરોજ ખેડૂત સમાજ તથા દેરડી ગામના ખેડૂતો દ્વારા મગફળીના બેસણાનો નવતર કાર્યક્રમ આપી બેસણા માં રામધૂન બોલાવી હતી અને જેવી રીતે માણસ મરે તેમની પાછળ રુદન કરે તેવી રીતે રાપલી નાખેલ મગફળી સામે બેસીને હૈયા ફાટ રુદન કરેલ અને કહેલ કે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ મળતી 25% વિમાની રકમ તત્કાલ ખેડૂતો આપવા માં આવે સરકારની આંખ ઉઘાડવા માટે આજે ખેડૂતો દવારા મગફળીનું બેસણું રાખેલ હતું ખેડૂતો વ્યાજે ધિરાણ લઈને વાવણી કરે છે.

ખેડૂત સમાજ ના પ્રમુખ ચેતન ગઢીયા એ વધુ માં જણાવેલ કે આવીજ દયનિય સ્થિતિ આખા સૌરાષ્ટ્રના ખેડૂતોની છે તો ખેડૂતોને મળવા પાત્ર 25%વિમાની રકમ ખેડૂતોને નહી મલે તો આગામી સમયમાં સૌરાષ્ટ્રના ગામેગામ આ પ્રધાન મંત્રી સફલ વિમા યોજના વિશે ખેડૂતોને જાગૃત કરી ખેડૂત સમાજ દવારા આંદોલન કરવામાં આવશે તેવું ખેડૂત સમાજના પ્રમુખ ચેતન ગઢીયા દ્વારા કહેવામા આવેલ હતું.