જેતપુરના દેરડી રોડ ઉપર તળાવમાંથી કોન્ટ્રાકટરો દ્વારા ટેન્કરથી પાણી ઉપાડવાનું બંધ કરાવો

April 19, 2019 at 10:53 am


જેતપુર શહેરના દેરડી રોડ પર ભાદર નદી નજીક જ આવેલ એક તળાવ હાલ મુંગા પશુઓ માટે આશીર્વાદ સમાન છે તેમાંથી પાલિકાના સત્તાધીશોએ રોડના કોન્ટ્રાકટરને પાણી ભરવાની છૂટ આપતા માલધારીઓનો પાલિકા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે.
શહેરના દેરડી રોડ પર ભાદર નદી નજીક વર્ષેાથી એક તળાવ આવેલ છે આ તળાવમાં નગરપાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાંથી પાણીનું શુદ્ધિકરણ દરમિયાન પાણી શુદ્ધ થયા બાદ જે પાણી વધે તે આ તળાવમાં આવે છે એટલે આમ તો આ તળાવ કૃત્રિમ તળાવ જેવું જ છે પરંતુ મુંગા પશુઓ માટે આ પાણી આશીર્વાદ સમાન છે સમગ્ર શહેરના ઢોરને માલધારીઓ અહીંથી જ ઘાસચારા ચરાવવા માટે લઈને નીકળે છે અને આ પાણીનું તળાવ આવતા જ આવા આકરા તાપ અને ગરમીમાં મૂંગા પશુઓ સીધા તળાવમાં ઉતરીને પાણીથી પ્યાસ પણ બુજાવે છે અને ગરમીથી પણ રાહત મેળવે છે એટલે કે હાલના સમયમાં આ તળાવ મુંગા પશુઓ માટે ઓકિસજન સમાન છે તેમ કહી શકાય પરંતુ મુંગા પશુઓના આ પાણી પર પણ જેતપુર શહેરમાં ચાલતા સિમેન્ટ રોડના કોન્ટ્રાકટરની બુરી નજર પડી અને કોન્ટ્રાકટર દ્રારા એકસાથે પાંચ પાંચ ટેન્કરો વડે ચોવીસ કલાક પાણી ઉપાડવાનું શ કરતા માલધારીઓમાં ઉહાપોહ મચી ગયો માલધારીઓએ ટેન્કરો ચાલકોને અમારા પશુઓનું પાણી શું કામ ભરો છો તેવું પૂછતા ટેન્કર ચાલકો દ્રારા પાલિકાએ મંજુરી આપી હોવાનું જણાવતાં માલધારીઓમાં પાલિકા સામે રોષ ફાટી નીકળ્યો છે.શહેરમાં બનતા સિમેન્ટ રોડના ખાનગી કોન્ટ્રાકટરને મુંગા પશુઓના તળાવમાંથી પાલિકાએ પાણી ભરવાની છૂટ આપવા અંગે નગરપાલીકાના ચીફ ઓફિસર સી વી રબારીને પૂછતા તેમણે જણાવેલ કે રોડનું કામ અગત્યનું છે અને કોન્ટ્રાકટર બહાર ગામના છે તેઓને પાણી કયાંય મળતું ન હોવાથી અમોએ પહેલાં તેઓને સરકારી જમીન પર બોર કરવાની પરવાનગી આપી પરંતુ બોર ફેઈલ જતા તેઓને તળાવમાંથી પાણી ભરવાની મંજુરી આપી છે અને અમોએ પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં પણ એક બોર કરવાની પરવાનગી આપી છે આમ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ યેનકેન પ્રકારે કોન્ટ્રાકટર પર મહેરબાન હોય બિલકુલ નિયમ વિધ સરકારી જમીન પર ખાનગી લોકોને બોર કરવાની પરવાનગી આપી છે.ચાલું વર્ષે શિયાળામાં આ તળાવમાં વિદેશી પક્ષીઓએ ઉતારો લેતા શહેરીજનોને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પરંતુ પાલિકાના આવા ગેરકાયદેસર નિર્ણયથી પશુ, પક્ષીઓની આશ્રય સ્થાન છીનવાઈ જશે.તેવું લોક મુખે ચર્ચાઈ રહીયુ છે

Comments

comments