જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર રમતાં 6 શખસ ઝડપાયા

July 18, 2019 at 11:14 am


જેતપુરઃ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.વી. ગોજીયા તથા પોલીસ સ્ટાફ પેટ્રાેલિંગમાં હતા તે દરમિયાન રાજુભાઈ શામળાને મળેલી હકિકતના આધારે મોટા ગુંદાળા ગામે સીમમાં જુગાર રમતાં મહેશભાઈ આણંદભાઈ શિંગાળા (ઉ.વ.38), નટુભાઈ અરજણભાઈ ખોખર (ઉ.વ.62), વ્રજેસ વંભભાઈ ખોખર (ઉ.વ.39), નારણભાઈ ભાણજીભાઈ બાંભરોલિયા (ઉ.વ.55), રણછોડભાઈ જેરામભાઈ અમીપરા (ઉ.વ.39), જેન્તીભાઈ દેવરાજભાઈ બાંભરોલિયા (ઉ.વ.60, રહે.બધા મોટા ગુંદાળા)ને રોકડ રૂા.14,260ના મુદ્દામાલ સાથે મળી આવતાં મજકૂરો વિરૂધ્ધ જુગારધારા 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં ભુરાભાઈ માલીવાડ, વિજયસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ શામળા, રાજેશ મકવાણા જોડાયા હતા.

Comments

comments

VOTING POLL