જેતપુરની વાડીમાં છૂપાવેલી વિદેશી દારૂની 605 બોટલ સાથે 1 ઝડપાયો

November 8, 2019 at 11:03 am


Spread the love

જેતપુર સિટી પોલીસે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈ-વે ઉપર રબારિકા ચોકડી પાસે વાડીમાં છુપાવેલ જુદી જુદી બ્રાન્ડના 605 બોટલ જથ્થા સાથે પોલીસે એક શખસને ઝડપી લીધો હતો જયારે અન્ય એક શખસ નાસી છુટયો હતો.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના તથા એએસપી સાગર બાગમાર તરફથી અન્વયે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. વી.કે.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રાેલિંગમાં હતા દરમિયાન હકીકત આધારે જેતપુર રબારીકા ચોકડી પાસે આવેલ વાડીના શેઢામાં આરોપી જગદીશભાઈ ઉર્ફે જગો જીવરાજભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.30 રહે.હાલ જેતપુર મુળ રહે.ધાબાવડ ગામ તા.કેશોદએ છુપાવેલ ઈગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢી તેમજ આરોપી નં.2 હરેશ રવજીભાઈ મકવાણા રહે.જેતપુર અને હાજર નહી મળી આવતા બન્ને વિરૂધ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશન ગુનો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.
પોલીસે કબજે કરેલ મુદામાલ પાર્ટી સ્પેશિયલ ડિલકસ વ્હીસ્કીની બોટલ નંગ 563 કિ.રૂા.1,68,900 એપીશોડ કલાસિક વ્હીસ્કીની બોટલ નંગ 23 કિ.રૂા.6900, બ્લેન્ડર પ્રા,ડ અલ્ટ્રા પ્રિમિયમ વ્હીસ્કીની બોટલ નંગ 14 કિ.રૂા.8,400 રોયલ સ્ટેગ ડિલકસ વ્હીસ્કીની બોટલ નંગ 5 કિ.રૂા.1500 સેમસંગ કંપનીનો એન્ડ્રાેઈડ મોબાઈલ ફોન જેની કિ.રૂા.2,000 કુલ મુદામાલ રૂા.1,87,700 મુદામાલ કબજે કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં જેતપુર સિટી પીઆઈ વી.કે.પટેલ, જે.યુ.ગોહિલ, પોલીસ સબ ઈન્સ. ભાવેશભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ. સંજયભાઈ પરમાર, લખુભા રાઠોડ, પોલીસ કોન્સ. રામજીભાઈ ગરેજા, હિતેષભાઈ વરુ, મહેન્દ્રભાઈ ખીમસુરિયા વગેરે સંયુકત આેપરેશન કર્યું હતું.