જેતપુરનો સાડી ઉદ્યાેગ સંપૂર્ણ ઠપઃ અર્ધોલાખ કામદારો બેકાર

September 11, 2018 at 12:51 pm


ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જેતપુરનો સાડી ઉદ્યાેગ બંધ કરવાના હુમક અન્વયે જેતપુર સાડી ઉદ્યાેગના કેમીકલ યુક્ત પાણીને શુિÙકરણ કરવાના ચારેય પ્લાન્ટના વીજ કનેક્શનો કાપવાનો ગુજરાત પ્રદૂષણ કંટ્રાેલ બોર્ડ દ્વારા હુકમ કરાતા સાડી ઉદ્યાેગને આ હુકમને કારણે પંદરસો જેટલા કારખાના બંધ થઈ જશે જેનાથી 50 હજાર જેટલા કારીગરો કાલથી બેરોજગાર બની જશે. હુકમમાં સમય મર્યાદામાં અનુસંગિક કાર્યવાહી કરી ગાંધીનગર કચેરીને જાણ કરવા તાકિદ કરાઈ છે.

જેતપુર સાડી ઉદ્યાેગના કેમીકલ યુક્ત પાણી સીધુ ભાદર નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરી નાખવા સામે પર્યાવરણવાદીઆે તેમજ સામાજીક કાર્યકરો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં તેમજ હાઇકોર્ટમાં અનેક જાહેરહિતની અરજીઆે કરેલ તેમ છતા ડાઇંગ એસો.ના મોટા ઉદ્યાેગપતિઆે દ્વારા પ્રાેસેસ હાઉસ અને શોફરનું અતિ પ્રદૂષિત કેમીકલ યુક્ત પાણી નદીમાં છોડી પ્રદૂષણ ફેલાવવાનું ચાલુ જ રાખતા પ્રદૂષણ કંટ્રાેલ બોર્ડ દ્વારા ગત તારીખ 16આેગષ્ટના રોજ પીજીવીસીએલને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ભાટગામ વોશિંગ ઘાટ, દેરડી રોડ પર આવેલ સીઇટીપી પ્લાન્ટ અને ભાદરના સામાકાંઠે આવેલ એસટીપી તેમજ ધારેશ્વર જીઆઇડીસીનો સીઇટીપી પ્લાન્ટના વીજ કનેક્શન કાપી નાખવાનો હુકમ કરેલો પરંતુ પીજીવીસીએલને આપેલ આ હુકમમાં સ્થાનીક કચેરીએ અસમંજસની સ્થિતિમાં હોય કેમ કે હુકમમાં પ્લાન્ટના ક્યાં વીજ કનેક્શનો કાપવાના તે સ્પષ્ટ ન હોય પીજીવીસીએલ કચેરી દ્વારા આ બાબતે પ્રદૂષણ બોર્ડનું માર્ગદર્શન માંગેલ જે માર્ગદર્શન આજે આવી ગયેલ જેમાં વીજ કનેક્શનો 14 સપ્ટેમ્બર સુધીમાં કાપી નાખવાનો સ્પષ્ટ હુકમ આપેલ આ અંગે પીજીવીસીએલના ઇજનેર કે જે પાધડારને પૂછતા તેઆેએ જણાવેલ કે અમોને સાડી ઉદ્યાેગના ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વીજ કનેક્શનો કાપવાનો હુકમ મળી ગયો છે જયારે ભાટગામ ખાતેનો પ્લાન્ટ ભેંસાણ તાલુકામાં આવે છે જેનો હુકમ ત્યાંની વીજ કચેરીને મળ્યો હશે અમોને મળેલ હુકમમાં આવેલ પ્લાન્ટને એચટી વીજ જોડાણ હોય તે અમારી ઉપલી કચેરી પાસેથી કાલે જ હુકમ મેળવીને બની શકે તો કાલે જ વીજ જોડાણો કાપી નાખશું.

હાલ તો પ્રદૂષણ કંટ્રાેલ બોર્ડના ક્લોઝરના પગલે જેતપુર ડાઇંગ એસો.ના અંદાજીત પંદરસો જેટલા કારખાના કાલથી જ બંધ થઈ જશે અને આ કારખાનાઆે સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ અંદાજીત 50 હજાર જેટલા કારીગરો બેરોજગાર બની જશે.

Comments

comments

VOTING POLL