જેતપુરમાં ઓવરલોડ વાહનો ફૂલ સ્પિડે હંકારાતા લોકોના જીવનું જોખમ

August 30, 2018 at 11:05 am


જેતપુરમાં તમીલનાડુંના કોઇબંતુરથી સાડી પ્રિન્ટીંગ યુનિટમાં વપરાશમાં આવતું કપડાની ગાંસડીઓ ટ્રાન્સપોર્ટમાં આવે છે. જે ગ્રે કપડું જેતપુરના પ્રોસેર્સ હાઉસના યુનિટમાં વ્હાઇટ કરવામાં આવતું હોય છે. જા કે ટ્રાન્સપોર્ટના કામદારો ફુલ લોડેડ મહાકાય ટ્રકમાં ગાંસડીઓ મનફાવે તેમ ભરી દયે છે. જેમાં એક ગાંસડીમાં 1પ0થી ર00કિ.ગ્રા.વજનની હોવાથી ટ્રકની દોરીમાં લસરી જવાથી ટ્રક એક સાઇડ નમી જાય છે. જેના કારણે રાહદારી ઓવરટેક કરવામાં સતત મોતનો ભય રહે છે. કેમ કે, અંદાજીત એક વર્ષ પહેલા ચાંપરાજપુર રોડ ઉપર મહાકાય ટ્રકમાં ભરેલ ગાંસડી એક બાઇક સ્વાર ઉપર પડતા ઘટના સ્થળે જ મૃત્યું પામ્યો હતો. જા કે પરિવારનું ભરણપોષણ કરવા વાળા વ્યકિત ગુમાવાથી પરિવારનું સંતોલન ગુમાવી બેસે છે.
છતાં પણ આ યમરાજસમા ટ્રક ડ્રાઇવરો કે કામદારો લોડેડ ટ્રકમાં ગાંસડીઓ ભરી ફુલસ્પીડે હંકારતા હોવાથી આજે સવારે અત્રેના અમરનગર રોડ ઉપર લોકોએ રોકી ટ્રક ચાલક તથા ટ્રાન્સપોર્ટ સંચાલકને માનવતાની સમજણ આપી હતી. જ્યારે શહેરમાં ચારે દિશામાં ટ્રાફિક પોલીસ હોય પરંતુ તે માત્રને માત્ર દિવસ કેમ પૂર્ણ થાય તેવું જ વિચારવામાં મશગુલ હોય છે. જ્યારે ટ્રાફીક પોલીસમેન નાના બાઇક સ્વારોને કનડગત કરીને કોર્ટમાં મેમો આપે પરંતુ મોટા વાહનોના સીકરેટ પાસ (માસીક હપ્તો) આપવામાં આવતા હોવાથી ટ્રકની ક્ષમતા કરતા પણ વધારે ઓવરલોડ માલસામાન ભરી પરિવહન કરતા હોય છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ યમરાજના રૂપે બેફામ ટ્રકને કાયદો કાયદાનું ભાન કરાવશે!!!

Comments

comments

VOTING POLL