જેતપુરમાં ઘર પાસે બેઠેલા વૃધ્ધાના ગળેથી સોનાના ચેનની ચીલઝડપ

April 15, 2019 at 11:37 am


જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર શાંતિનગરમાં ઘર પાસે બેઠેલા વૃધ્ધાના ગળેથી બે ગઠિયા સોનાનો ચેઈન ઝૂંટવીને બાઈકમાં પલાયન થઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જેતપુરમાં શાંતિનગરમાં પટેલ હાર્ડવેરની બાજુમાં ઓમ નમ: શિવાય મકાન પાસે ઈન્દુમતીબેન વિનોદરાય જોશી (ઉ.વ.65) ખુરશી પર બેઠા હતા ત્યારે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખસો પૈકી પાછળ શખસે વૃધ્ધાના ગળેથી સોનાનો ચેઈન ઝૂંટવીને બન્ને બાઈકમાં ભાગી છૂટયા હોવાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Comments

comments