જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા 9 શખસો 15 હજારની માલમતા સાથે પકડાયા

September 12, 2018 at 11:50 am


જેતપુરઃ જેતપુર સિટી પોલીસે ફુલવાડી ચુનાના ભઠ્ઠા ખાતે પાસે બાતમીના આધારે રેડ કરીને 9 શખસોને જુગાર રમતા રૂા.15 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવની ડીવાયએસપી ભરવાડના માર્ગદર્શન હેઠળ સિટી પીઆઈ એમ.એન.રાણાની સૂચનાથી સ્ટાફ પેટ્રાેલિંગમાં હતો ત્યારે નારણભાઈ પંપાણિયાને મળેલી બાતમીના આધારે ફુલવાડી, વાિલ્મકીવાસ ચુનાના ભઠ્ઠા પાસે ચાલુ જુગાર ઉપર રેડ પાડવામાં આવી હતી તેમાં લાલજી કાળુ, સોલંકી, વિક્રમ એભલ મકવાણા, લાલજી પોપટ સોલંકી, અશોક જીવરાજ સોલંકી, મનસુખ ભીખા પીપળિયા, મનોજ કેશુ ગોહિલ, ધર્મેન્દ્રજી સાધુ વગેરેને ગંજીપતા અને રોકડ રૂા.15550 રોકડ સાથે ઝડપી લેવાયા હતા. આ કાર્યવાહીમાં સ્ટાફના નારણભાઈ ઉપરાંત સંજયભરાઈ પરમાર, ભાવેશભાઈ ચાવડા, ચેતનભાઈ ઠાકોર લખુભા રાઠોડ, રામજી ગરેજા પણ જોડાયા હતા.

Comments

comments