જેતપુરમાં દબાણના નામે દંડ વસૂલાત મુદ્દે રેંકડીધારકો લાલઘૂમઃ ચીફ આેફિસરને ઉગ્ર રજૂઆત

November 28, 2018 at 11:12 am


જેતપુર શહેરની સરકારી હોસ્પીટલ સામે શાકભાજી તેમજ ફળફળાદિની લારી ઉભી રાખતા ફેરીયાઆે દ્વારા પાલિકા અને પોલીસ દ્વારા વારંવાર દબાણના નામે પાંચસો રુપિયા સુધીનો દંડ કરતા હોય પચાસેક લારીઆે લઈ પાલિકાનો ઘેરાવ કરી પોતાની મૂળ જગ્યાએ જ વેપાર ધંધો કરવાની માંગ કરી હતી.

જેતપુર શહેરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલ સામે એમજી રોડ પર એકાદ વર્ષ પૂર્વે નાળિયેર પાણી અને ઠંડા પીણાની લારીઆે લઈને દસથી બાર ફેરીયાઆે વેપાર ધંધો કરવા માટે ઉભા રહેતા જેથી કોઈ શહેરીજન, વાહન ચાલક કે સરકારી હોસ્પીટલના દદ}આે કે સ્ટાફને કોઈ પ્રકારની અગવડતા પડતી ન હતી. પરંતુ શહેરનો આ મુખ્ય રસ્તા પર કોઈ પણ ધંધાની લારી ઉભી રાખો તો અહી ધંધો ખુબ સારો ચાલવાનો છે તે આશયે એકાદ બે શાકભાજીની લારીઆે ઉભી રહેવા લાગી. આ ફેરીયાઆેનો સારો વેપાર જોઈ શાકભાજી તેમજ ફળફળાદી વેચતા બીજા ફેરીયાઆે પણ ત્યાં પોતાની લારીઆે રાખી ઉભા રહેવા લાગ્યા અને આ ફેરીયાઆે પણ એમણામ ઉભા ન હતા રહેતા જેમાં ફેરિયાઆેની સંખ્યામાં વધારો થયો અને જેઆેની આ દબાણ દૂર કરવાની જવાબદારી છે તેઆેને નૈવેધ પણ વધી જતા તેઆે પણ ખુશ હતા. પરંતુ હોસ્પીટલની સામે અને હવે હોસ્પીટલના દરવાજાને અડીને પણ લારીઆે ઉભી રહેવા લાગતા તાત્કાલીક સારવાર માટે દદ}આેને લઈને આવતી એમ્બ્યુલન્સને પણ હોસ્પીટલમાં જવામાં અગવડતા પડવા લાગી જેને કારણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને અનેકવાર હોસ્પીટલના મુખ્ય દરવાજા પાસે લારીઆે લઈને ઉભા રહેતા ફેરિયાઆે સાથે માથાકૂટ થઈ હતી અને વાહન ચાલકો તેમજ રાહદારીઆેને પણ સાંજ પડે તો અહીથી ચાલવામાં કે વાહન કાઢવામાં પણ પારાવાર તકલીફ પડે તે હદે ટ્રાફિક થવા લાગ્યો તેમ છતા નૈવેÛને કારણે દબાણ હટાવ માટેના જવાબદારો આ દબાણ સામે આંખ આડા કાન કરતા રહ્યા જેથી જાગૃત નાગરિકો તેમજ અનેક આગેવાનોએ આ દબાણ દૂર કરવાની લાગતા વળગતાઆેને અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ દબાણ દૂર થતું જ ન હતું પણ રાજ્યભરમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત જેતપુર પાલિકાએ પણ અંતે એકાદ મહિના પૂર્વે આ દબાણ પોલીસની મદદથી દૂર કર્યું પરંતુ દિવાળીનો તહેવાર આવતો હોય બધા ફેરિયાઆેને મંત્રીને તહેવાર સુધી દબાણવાળી જગ્યાએ ધંધો કરવા દેવાની માંગ કરતા મતના રાજકારણને કારણે દિવાળી જેવા તહેવાર નિમીતે જ જયા સામાન્ય દિવસમાં પણ સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા હોય છે ત્યાં જ ફરી ઉભા રહેવાની મંત્રીએ હા પાડતા ફેરિયાઆેએ ફરી મુખ્ય રસ્તાઆે પર લારીઆે ખડકી દીધી જેને કારણે શહેરીજનોએ દિવાળી જેવા તહેવાર નિમીતે જ અતિ ટ્રાફિકજામનો સામનો કર્યો પરંતુ પાલિકાએ મંત્રીએ આપેલ દિવાળી સુધીની મહોલત બાદ મુખ્ય રસ્તા પરનું દબાણ ફરી હટાવ્યું હતું પણ પાલિકાના કર્મચારીઆે લારીઆે હટાવીને જાય તે સાથે થોડીવારમાં ફરી તે જગ્યાએ લારીઆે આવી જાય. જેથી પાલિકા અને પોલીસ બંને સાથે મળી વારંવાર દબાણ હટાવની સૂચના છતાંય દબાણ કરતા ફેરિયાઆેને 50રુપિયાથી માંડીને પાંચસો રુપિયા સુધીનો દંડ ફટકારવા લાગતા આ મુખ્ય રોડ પર ઉભા રહેતા સો જેટલાં ફેરિયાઆે પોતાની લારીઆે લઈ પાલિકાનો ઘેરાવ કરી પોતાની મૂળ જગ્યાએ ઉભા રહેવા દેવાની માંગ કરી હતી જેની સામે પાલિકાના ચીફ આેફિસર સી વી રબારીએ મુખ્ય રસ્તા પરનું દબાણ ક્યારેય ચલાવી નહી લેવાય ફેરિયાઆેને વૈકલ્પીક જગ્યા આપી છે છતાંય ત્યાં નથી જતા અને મુખ્ય રસ્તા પર જ લારીઆે રાખી દબાણ કરે છે અને દબાણ દૂર કરવું તે પાલિકાની જવાબદારી છે જેથી ફરી તે જગ્યાએ તો અમો ફેરિયાઆેને ઉભા લારીઆે રાખવાની મંજૂરી નહી જ આપીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાલિકાએ બસ સ્ટેન્ડ રોડ પર આવી જ રીતે દબાણ સામે આંખ આડા કાન કર્યા હતા જેને કારણે તે કેબીનોનું દબાણ તો પાલિકાએ દૂર કર્યું પરંતુ કેબીન ધારકોની માંગ સામે ઝુકી પાલિકાએ શહેરના રમતવીરોનું એકમાત્ર મેદાન વોલીબોલ ગ્રાઉન્ડની જગ્યાએ આવા દબાણકતાર્આેને ફાળવી નવી દુકાનો બનાવી દીધી હતી તેમ છતાં હવે બસ સ્ટેન્ડ રોડ પર ફરી નવા ફેરિયાઆેએ દબાણ કર્યું અને તેનું પાલિકાએ દબાણ દૂર કરતા હવે તેઆે પણ વૈકલ્પીક જગ્યા માંગી રહ્યા છે.

Comments

comments

VOTING POLL