જેતપુરમાં પાકવીમા પ્રñે જયેશ રાદડિયાની તાળાંબંધી બાદ આજ બેન્ક ખૂલી

August 28, 2018 at 12:06 pm


જેતપુર તાલુકાના 10 થી 15 જેટલા ગામોના ખેડૂતોને ગતવર્ષના પાક વીમા માટે બેન્કે ધક્કા ખવડાવતી એસબીઆઈ બેન્ક જ્યાં સુધી ખેડૂતોને પાક વીમો ન ચૂકવે ત્યાં સુધી બેન્કને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ તાળાબંધી કરી લીધા બાદ આજે સવારથી બેંક રાબેતા મુજબ ખુલી ગઇ હતી. જેતપુર તાલુકાના દસ જેટલા ગામના 150 જેટલા ખેડૂતોને વર્ષ 2017ના પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલ એસબીઆઈ બેન્કે ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોની અનેક રજૂઆત છતા બેન્ક દ્વારા પાક વીમા બાબતે ઉદાસીનતા દશાર્વતા હોય ખેડૂતો દ્વારા બે મહિના પૂર્વે અર્ધ નગ્ન અવસ્થામાં બેન્ક તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલીક પાક વીમો ચૂકવવાની માંગ કરી હતી તત્કાલીન સમયે બેન્ક મેનેજર દ્વારા ખેડૂતોને ટૂંક સમયમાં વીમો ચૂકવશે તેવી ધરપત આપી હતી આ ધરપતને પણ બે મહિના જેવો સમય થઈ ગયો હોવા છતા ખેડૂતોને હજુ ગતવર્ષેનો પાક વીમો ન મળતા ખેડૂતો દ્વારા રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરતા જયેશ રાદડિયા દ્વારા આજે ખેડૂતો સાથે એસબીઆઇ બેન્કે જઈ બેન્ક મેનેજરને સખ્ત ભાષામાં ઉઘડો લઈ ખેડૂતો કોઈ કરોડોના વ્યવસાય કરતા ઉદ્યાેગપતિ નથી કે તમે તેને આટલી સમયથી ધક્કા ખવડાવ્યા બાદ પણ પાકવીમાના પૈસા નથી આપતા ખેડૂતો તમારે ત્યાં વીમો ઉતરાવવા આવ્યા ન હતા તમે ખેડૂતો પાસે ગયા છો અમારે પણ બેન્ક છે અમો તો કેટલા સમય પેલા વીમો ચૂકવી દીધો તેમ કહી હવે જ્યાં સુધી ખેડૂતોને પાક વીમો મળશે નહી ત્યાં સુધી બેન્કની જેતપુરની તમામ બ્રાંચને તાળા મારી દો તેવું જણાવી બેન્કને તાળા મરાવી દીધા હતા અને જ્યાં ખેડૂતોને પાક વીમો મળશે તે બાદ જ એસબીઆઇની એક પણ બ્રાંચ ખોલવા નહી આપું તેવી ચીમકી મારી હતી. આ અંગે બેન્કના મેનેજર રવિભાઇ પરમારને પૂછતા તેમણે જણાવેલ કે પાકવીમા બાબતે અમોને ઘણા સમય પહેલા જ જયેશભાઈએ તેમની આેફિસે બોલાવેલ ત્યારે અમોએ તેમને પાક વીમા ક્યાં અટક્યો છે તે અંગે વાકેફ કરી તમામ દસ્તાવેજી માહિતી આપેલ હતી અને આ પાક્વીમા યોજના કેન્દ્ર સરકારની હોય રાજય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમો ચૂકવવાની ભલામણ પણ કરી છે પરંતુ વીમા કંપની આડોડાઈ કરી રહી હોવાથી પાક વીમાના નાંણા અમારી શાખાને વીમા કંપની આપતી નથી વીમા કંપની અમારી શાખાને નાંણા આપશે તે સાથે જ અમો ખેડૂતોને પાક વીમો ચૂકવી આપશું અને જ્યાં સુધી પાક વીમો ચૂકવાશે નહી ત્યાં સુધી બેન્ક ખોલવા નહી દવ તેવી જયેશ રાદડિયાની ચીમકી અંગે જણાવેલ કે તેઆે ખુદ સરકારનો એક ભાગ છે અમોએ અમારી ઉપલી કચેરીમાં રજૂઆત કરી દીધી છે હવે જોઈએ છીએ આગળ શુ થાય છે.

જયેશ રાદડિયા દ્વારા એસબીઆઇ બેન્ક પર ખેડૂતો સાથે હલ્લાે બોલાવતા મેનેજર દ્વારા તરત જ પોલીસ બોલાવી લેવામા આવી પોલીસ પણ મારતી જીપે તરત જ બેન્કે પહાેંચી ગયા પણ જેવી કેબિનેટ મંત્રીને બેન્ક મેનેજર સાથે ઉગ્ર દલીલો કરતા જોયા તે સાથે જ શિયાવિયા થઈ ગયા અને જયેશ રાદડિયાની તમામ દબંગાઇ મૂક પ્રેક્ષક થઈને નિહાળી હતી.

Comments

comments

VOTING POLL