જેતપુરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટુકડીના ધામા

August 22, 2018 at 11:38 am


જેતપુર શહેરના સાડી ઉદ્યાેગનો પ્રદૂષણના મુદ્દે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી અને પ્રદૂષણ બોર્ડ દ્વારા 15 દિવસની અસરથી જેતપુર સાડી ઉદ્યાેગને ક્લોઝરનું જે ડાયરેકશન આપવામાં આવ્યું છે તેની તપાસ માટે પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યાેં.

જેતપુર સાડી ઉદ્યાેગના હમણાં માઠા દિવસો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પેલા નોટબંધી ત્યાર બાદ જીએસટી પછી ટ્રક હડતાલનો અને હવે મંદીનો માહોલ એટલે સતત સંઘર્ષ ભોગવતા સાડી ઉદ્યાેગ માથે હવે હાથના કર્યા હૈયે વાગ્યા તેવો ઘાટ થયો છે વર્ષોથી કલર કેમીકલ યુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડી આખી ભાદરને પ્રદૂષિત કરી નાખી જેમાં વખતોવખત હાઇ કોર્ટમાં પ્રદૂષણ વિરુધ ફરિયાદો પણ થઈ છે અને કોર્ટ દ્વારા પણ વખતોવખત ડાઇંગ એસો.ની પ્રદૂષણ બાબતે સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી પ્રદૂષણ નિવારણ માટે જુદાજુદા હુકમો પણ કરેલા પરંતુ ડાઇંગ એસો. અત્યાર સુધી તમામ હુકમોને ઘોળીને પીય જ ગઈ છે પરંતુ આ વખતે ધોરાજીના ધારાસભ્ય દ્વારા પ્રદૂષણ બાબતે આંદોલન કર્યું તેમજ એક સામાજિક કાર્યકર દ્વારા હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હોવાથી પ્રદૂષણ કંટ્રાેલ બોર્ડ પણ પોતાની પ્રતિભા સ્વચ્છ દેખાડવા માટે આજે પોતાની સભ્ય સચિવ કે સી મિસ્ત્રીની ટીમ જેતપુર ખાતે મોકલી જે ટીમ ભાદર ડેમ -1 કે જ્યાં સ્વચ્છ પાણી છે ત્યાંથી પોતાનું ચેકિંગ ચાલુ કર્યું અને નદીમાં ક્યાંથી પ્રદૂષણ શરુ થાય છે તેની નાેંધ કરી ડાઇંગ એસો.ના ત્રણ કોમન ઇન્ફ્લુયેન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી )ની મુલાકત લીધી આ અંગે પ્રદૂષણ કંટ્રાેલ બોર્ડના મિસ્ત્રીએ જણાવેલ કે અમોએ નદીમાં પ્રદૂષણ છે તે સ્વીકારીએ છીએ અને નદીમાં જ કેમિકલ યુક્ત પાણી એકઠું કરવાનો જે સંપ છે તેને સ્થાનાંતર કરવાનું ઘણા સમય પેલા જણાવ્યું હતુ તે અંગે પણ ડાઇંગ એસો.એ કઈ કામગીરી નથી કરી તે પણ જોયું માટે અમો ડાઇંગ એસો. અમોને પંદર દિવસના અમોએ આપેલ ડાયરેકશન મુજબ શુ કામગીરી કરી શકે તેનો રિપોર્ટ આપે તે રિપોર્ટ બાદ અમો સાડી ઉદ્યાેગને ક્લોઝર આપવું કે નહી તેનો નિર્ણય લઈશુ.

Comments

comments

VOTING POLL