જેતપુરમાં બે નશાખોર નેપાલી ટ્રેન પહોંચવા છતાં ટ્રેક ઉપરથી ઉભા ન થયા: બન્નેના કરુણ મોત

February 6, 2018 at 11:57 am


જેતપુર શહેરના ભાદર નદી પરના રેલ્વેના પુલ પર બે નેપાળી યુવાનો રેલ્વેના પાટા પર નશાની હાલતમાં બેઠા હતા ત્યાંરે ત્યાંથી પસાર થયેલ વેરાવળ જબલપુર ટ્રેનની હડફેટે ચડી જતા બંને યુવાનોના ટ્રેન હેઠળ કપાઈ જવાથી કમકમાટીભયર્િ મોત નિપજ્યાં હતા
શહેરના નવાગઢ વિસ્તારમાં આવેલા ભાદરનદીના રેલ્વેના પુલ પર બપોરે બે અજાણ્યા યુવાનો વેરાવળ જબલપુર ટ્રેનની હડફેટે ચડી જતા બંને યુવાનોના ટ્રેન હેઠળ કપાઈ જવાથી કમકમાટીભયર્િ મોત નિપજ્યાં હતા. જેથી રેલ્વે પોલીસ દ્વારા બંને યુવાનોની કપાયેલ શરીરના પોટલા બાંધીને જેતલસર જંકશને લઈ ગયેલ પરંતુ બનાવ જેતપુર સિટી પોલીસની હદમાં બન્યો હોવાથી રેલ્વે પોલીસે જેતપુર સિટી પોલીસને લાશ સોંપી દેતા સિટી પોલીસ દ્વારા પ્રથમ બંને મૃતકોની ઓળખાણ મેળવવા પ્રયાસ હાથ ધયર્િ જેમાં મૃતક પાસેથી એક મોબાઇલ મળી આવતા પોલીસે મોબાઇલમાં સેવ કરેલા નંબરને આધારે કોલ કરતા બંને યુવકોની ઓળખાણ મળી હતી જેમાં બંને યુવાનો નેપાળના ડેલ્કા જિલ્લાના બિંદ્રેશેન ગામના રહેવાશી હતા અને તેઓના નામ પ્રેમબહાદુર નયરામ બુડા ઉ.વ. 28 અને બીજાનું નામ જયબહાદૂર ડૂમરામ બુડા ઉ.વ. 30 હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવાનો હજુ પંદરેક દિવસથી જ નેપાળથી કામની શોધખોળ માટે જેતપુર આવ્યા હતા અને જેતપુરમાં તેમજ આજુબાજુના ગામમાં જુદાજુદા સંબંધીઓને ત્યાં રોકાતા જેમાં આજે બપોરે બંને કામની શોધમાં નીકળ્યા હતા અને ક્યાંકથી દેશી દારૂ મેળવી નવાગઢ રેલ્વેના પુલ પર દારૂ પિતા હતા તે દરમિયાન વેરાવળ જબલપુર ટ્રેન નીકળતા આ બંને નેપાળી યુવાનો અતિશય નશાની હાલતમાં ટ્રેન આવતી હોવા છતાં પાટા પર બેઠા જ રહ્યા અને ટ્રેનની હડફેટે ચડી જતા બંને નેપાળી યુવાનોની લાશના ટુકડે ટુકડા થઈ જતા બંનેના કમકમાટીભયર્િ મોત નિપજ્યા હતા તેમ ત્યાં પુલ પર નજરે જોનારાઓ તેમજ મૃતકના જેતપુર સ્થિત નેપાળી સંબંધીઓ પોલીસને જણાવેલ.
રેલ્વે પર અકસ્માતનો બનાવ હોવાથી બંને યુવાનોની લાશને પ્રથમ જેતલસર જંકશન લઈ જવામાં આવી ત્યાર બાદ જેતપુર સિટી પોલીસની હદમાં બનાવ બન્યો હોવાથી રેલ્વે પોલીસે જેતપુર સિટી પોલીસને જાણ કરી અને બંને યુવાનોની લાશ સોંપતા બંને યુવાનોની લાશને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL