જેતપુરમાં મંત્રી જયેશ રાદડિયાનો હલ્લાબોલ: એસબીઆઈને તાળાંબંધી

August 27, 2018 at 4:15 pm


ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને જાણીતા ખેડૂત નેતા જયેશભાઈ રાદડીયાએ આજે જેતપુરમાં ભારતીય સ્ટેટ બેંક સામે હલ્લાબોલ મચાવ્યો હતો. પાક વિમાના ખેડૂતોના લાંબા સમયથી બાકી નીકળતા નાણા ચુકવવામાં બેંક દ્વારા કરાતા ગલ્લાતલ્લાના વિરોધમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ અલ્ટીમેટમ આપ્યું હતું. આમ છતાં પ્રñ ન ઉકેલાતા આજે હલ્લાબોલ મચાવીને બેંકને તાળાબંધી કરવામાં આવી હતી.
કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, 140 જેટલા ખેડૂતોની પાક વિમાની પોણા બે કરોડની રકમ ગયા વર્ષે મંજુર થઈ ગઈ છે. 60 ટકા પાક વિમો મંજુર થયો છે અને 11 મહિના પસાર થઈ જવા છતાં તેના નાણા હજુ ચુકવાયા નથી. જો બે દિવસમાં આ પ્રñનો ઉકેલ નહી આવે તો ભારતીય સ્ટેટ બેંકની જેતપુરની બીજી શાખાને પણ તાળા બંધી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL