જેતપુરમાં સાડી ઉદ્યાેગ ‘બંધ’ છતાં ભાદર નદીમાં કેમિકલ પ્રદૂષણ ફેંકવાનું યથાવત

September 11, 2018 at 12:42 pm


જેતપુરના સાડીના પ્રાેસેર્સ યુક્ત કેમીકલ વાળું પ્રદુષીત પાણીએ તો માજા મુકી છે, સચીવાલય કક્ષાના અધિકારીઆેની રુબરુ મુલાકાત, હાઇકોર્ટમાં ચાલતો પ્રદુષણ મામલાનો કેશ છતાં કારખાનાઆેમાંથી પ્રદુષણ આેકવાનું બંધ થતું નથી. ઉલ્ટાનું દિવસેને દિવસે પ્રદુષણ પાણીનો વ્યાપ વધતો જવાથી ચોરી-છુપીથી નદી-નાળામાં પ્રદુષીત પાણી કોણ ઠાલવી જાય છેંંં તેના મુળ સુધી હજુ પહાેંચી શક્યા નથી તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

વિશ્વ વિખ્યાત સાડી ઉધોગના હબ સમા જેતપુર શહેર કોટન સાડી તથા ડ્રેસ મટીરીટલ્સમાં જેટલું પ્રખ્યાત છે, તેનાથી વધુ તેના કેમીકલ યુકત પ્રદુષીત પાણીથી પણ વગોવાયેલ છે. પ્રદુષણ વધતું જતું હોવાની અસંખ્ય ફરીયાદોના થોથા વધવાથી ટુંક સમય પહેલા જ સચીવાલયમાંથી મિસ્ત્રી દોડી આવી અવલોકન કરી 1પ દિવસ માટેની કલોઝર નોટીસ પાઠવી હતી. જ્યારે હજુ આગામી નિર્ણય આવ્યો નથી, ત્યાં તો જેતપુર તાલુકાના સરધારપુર ગામ નજીક આવેલ કોબા હનુમાનજી મંદિર પાછળ આવેલ ભાદર નદીનો જ એક ચેક ડેમમાં બપોરે અચાનક કેમીકલ યુક્ત પાણીના ફીણ જાવા પ્રદુષણ પાપીઆેની છબી છતી થઇ હતી.

જા કે ડાંઇગ એશો.દ્વારા જનમાષ્ટમી તહેવાર પહેલા નોટીસ રુપી સરક્યુલર બહાર પાડવામાં આવેલ કે, શહેરના તમામ સાડી ઉધોગો તથા ધોલાઇ ધાટો તા.ર/9 થી તા.9/9 સુધી સીઇપીટીમાં મેન્ટેનેસ કરવાનું હોવાથી તમામ એકમો બંધ રાખવાના રહેશે.

જ્યારે અમુક ઉધોગપતીઆે ડાંઇગ અશો.ના નિયમોનો ઉલાળીયો કરી નાખવામાં માહિર સરક્યુલરને પણ ઘોળીને પી ગયા હતા અને છાની છુપીથી પ્રાેસેર્સ ઉધોગો ચાલુ રાખ્યા હતા. જેના કારણે અમુક પ્રાેસેર્સ ધારકો રાત્રીના સમયે ટેન્કરો કે ભુર્ગભ પાઇપો દ્વારા નદીમાં ટ્રીટ કર્યા વગરનું સીલીકેટ-કાસ્ટીક સહિતના રાસાયણીક તત્વોથી ભરેલ કેમીકલ યુક્ત પ્રદુષીત પાણી સીધુ ભાદર નદીમાં છોડી પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છે. સૈ કોઇ જાણે છે કે, પ્રાેસેર્સનું પાણી જ જમીન વાંજણી કરી નાખી પ્રદુષણ ફેલાવી રહેલ છે, છતાં પ્રદુષણ બોર્ડના સતાધીશોને માલોતુજાર ઉધોગપતીઆે પોતાના ખીસ્સામાં સાચવીને બેઠા હોય એટલે તો પ્રદુષણ બોર્ડને પણ ધોળા દિવસે પણ આંખ આડા કાન કરી માત્ર નાના કારખાનેદારો કે જે 7 પીએચથી અંદરનું પાણી ચેનલમાં છોડે તેમને જ કનડગત કરતા હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠવા જવા પામી છે.

Comments

comments

VOTING POLL