જેતપુરમાં સીઆરપી ફોર્સ–પોલીસ દ્રારા પ્રભાવશાળી ફલેગમાર્ચ યોજાઈ

April 20, 2019 at 10:57 am


આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે તત્રં દ્રારા પણ તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેરમાં પોલીસ દ્રારા બહારથી આવેલી સીઆરપીએફ કંપનીના જવાનોને શહેરના વિસ્તારની માહિતગાર કરવા માટે ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. જે જૂનાગઢ રોડ પોલીસ ગ્રાઉન્ડથી શરૂ થઈ જેતપુર તેમજ નવાગઢ સહિતના શહેરના દરેક વિસ્તારમાં ફરી હતી અને જવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં સીઆરપીએફ કમાન્ડીંગ ઓફિસર વિજયકુમાર, આસિ. કમાન્ડર તેમજ જેતપુર સીટી પીઆઈ વી.કે.પટેલ તેમજ સીટી પીએસઆઈ ખરાડી, ચાવડા સહિત જેતપુર પોલીસના જવાનો જોડાયા હતા.

Comments

comments