જેતપુરમાં 3.50 કરોડના નવા રસ્તાઆે છ માસમાં ધૂળધાણી

September 7, 2018 at 1:25 pm


જેતપુર શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા 3.5 કરોડ રુપિયાના ખર્ચે શહેરભરમાં નવા રોડ રસ્તા બનાવ્યા પરંતુ આ રસ્તા માત્ર 6 મહીના જેટલા ટૂંકા સમયમાં પહેલાં હતા તેનાથી પણ બદતર થઈ જતાં કાેંગ્રેસે સતાધીસ ભાજપ પાલિકા સામે રસ્તાના કામમાં ખુબ મોટા ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ કર્યો છે.

જેતપુર શહેરમાં ભગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ખોડાયેલ ઉબડ ખાબડ રસ્તાઆેને ફરી સમથળ અને પાકા બનાવવા માટે જેતપુર પાલિકાને પાંચ કરોડ રુપિયા જેવી માતબર રકમની ગ્રાંટ ફાળવી જેમાંથી પાલિકા દ્વારા 3.5 કરોડ રુપિયાના ખર્ચે શહેરમાં પાકા રોડ બનાવ્યા અને હજુ કેટલાક વિસ્તારોમાં રોડ બનાવવાના બાકી છે પરંતુ શહેરના મુખ્ય રસ્તાઆે જેવા કે બસ સ્ટેન્ડ રોડ, એમ. જી રોડ, ફુલવાડી રોડ, ભીડભંજન રોડ, વડલી રોડ, નાના ચોક, શરાફ બજાર બૌખલા દરવાજા વિસ્તાર તેમજ તીન બતી ચોક વિસ્તાર એટલે કે શહેરમાં અવરજવરના તમામ મુખ્ય રસ્તાઆે પાકા બનાવી નાખવામાં આવ્યા પરંતુ આ રોડ બનાવ્યાના એક વર્ષથી છ માસના સમયમાં જ રોડ રસ્તા પહેલાં હતા તેના કરતા પણ અતિ બદતર હાલતના થઈ ગયા છે આ રસ્તા પર કોઈ ગર્ભવતી મહિલા, વ્રૂદ્ધાે, કમર, મણકા તેમજ ગર્દનના દુખાવાવાળા કોઈ પણ વ્યક્તી વાહનમાં બેસીને નીકળે તે તેના મોઢામાંથી આેય માળી એવો શબ્દ આપોઆપ નીકળી જ જાઇ તેટલી હદે ખાડા રોડ ઉપર જોવા મળે છે તેમાંય હાલ શહેરમાં જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ હોય પાલિકા દ્વારા ઠેર ઠેર શહેરીજનોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતાં શહેરભરમાં મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં જ્યાં જ્યાં બેનરો લાગેલા છે તે બેનરોની નીચે જ તૂટેલા રસ્તાઆે નજરે પડે છે જેથી શહેરીજનોમાં એવો સૂર ઉઠéાે છે કે પ્રજાના પૈસે પાલિકા દ્વારા પ્રજાને શુભેચ્છા પાઠવવા આટલા બેનરોનો ખર્ચો કર્યો તેના કરતા પ્રજાને સારા રોડ રસ્તા આપો તે પણ પ્રજા માટે શુભેચ્છા બરોબર જ છે. શહેરના આેટો રીક્ષા ફેરવતા ડ્રાઇવરો શહેરના રોડ રસ્તા અંગે વ્યથા ઠાલવે છે કે આવા ઉબડ ખાબડ એટલે કે ક્યાંક એક ફૂટ જેટલો ખાડો તો ક્યાંક એક ફૂટ Kચો ટેકરો જેવા રોડથી તો અમારી આેટો અને આેટોમાં બેસતા મુસાફરો બંનેની કમાનો અને કમરો ભાંગી ગઈ છે જયારે વેપારીઆે પણ પાલિકા પાસે સારા રોડની આશા રાખીને બેઠા છે જેમાં કાેંગ્રેસ દ્વારા તો પાલિકાના ભાજપના સતાધીસો દ્વારા રોડ રસ્તાના કામમાં ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને શહેર ભાજપના પ્રમુખે પણ શહેરમાં તૂટેલા રોડ રસ્તા બાબતે પાલિકાના ચીફ આેફિસરને લેખિત મૌખિક રજૂઆત કરી હોવાનું જણાવતાં શહેર કાેંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપી સતાધીસો દ્વારા રોડ રસ્તાના કામમાં ખુબ મોટો ભ્રષ્ટ્રાચાર કર્યોના આક્ષેપની વાતને ભાજપ દ્વારા સમર્થન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Comments

comments

VOTING POLL