જેતપુર તાલુકાના રેવન્યુ તલાટીઆે તેમના ગામે હાજર નહી રહેતા ખેડૂતોને મુશ્કેલી

September 8, 2018 at 2:52 pm


રાજ્યમાં 3387 મહેસુલી તલાટી મંત્રીની સરકાર દ્વારા ભરતી કરવામાં આવેલ છે જેમાં તે તલાટીઆેએ સોમવાર થી બુધવાર સુધી તાલુકા મથકે કચેરીમાં હાજરી આપવાની હોઇ છે.પણ આ ગુટલીબાજ તલાટી મંત્રીઆે કોઇ ગામડાઆેની મુલાકાત લેવાને બદલે મોટા ભાગે મામલતદાર કચેરીએ બેસી રહે છે.
આ અંગે ખેડુત સમાજનાં રાજકોટ જીલ્લાના પ્રમુખ ચેતનભાઇ ગઢીયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ હતું.જેતપુર તાલુકાના ખેડુતો દ્વારા બુધવારે આવેદન આપવા આવેલ ત્યારે તે તેઆેએ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જોવા મેળલ ન હતાં ત્યાર બાદ મામલતદારની હાજરીમાં એક પછી એક તલાટીને ફોન કરતા તેઆે જુદા જુદા બહાના કાઢવા લાગ્યા હતા. અને મામલતદારની ઉપસ્થિતમાં ફોન કરનારની સાથે તલાટીઆે ઉÙતાઇ પુર્વકનું વહન કરવા લાગતા મામલતદારે ફોન હાથમાં લઇ તલાટીની ઝાટકણી કરતા તેને પોતે સી.એલ રજા મુકે છે.અને મામલતદાર સમક્ષ માફી માંગી હતી મામલતદાર વાડુકયાએ તાત્કાલિક તલાટીઆેની એક મીટિંગ બોલાવવામાં આવશે અને તેઆેને આપેલ કામગીરી જેતે વિસ્તારમાં જ કરવાની સુચના આપશે..

Comments

comments

VOTING POLL