જેતપુર પાલિકામાં જુદી જુદી ગેરરીતિ આચરનારા સામે 30 દિવસમાં પગલાં ન લેવાય તો વિપક્ષનું આંદોલન

August 22, 2018 at 11:36 am


જેતપુર નગરપાલિકાના થઇ રહેલ અલગ અલગ કામમાં તેમજ કોન્ટ્રાક્ટમાં ચાલી રહેલ ગેરરિિત્ત સંદર્ભે વિપક્ષ દ્વારા પાલિકા ચીફને સાત મુદ્દાની તપાસ કરી કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવેલ હતું અને જો આ અંગે નિર્ણય નહિ કરાઈ તો આગામી દિવસોમાં ઉપવાસ પર બેસવાની ચીમકી આપવામાં

જેતપુર પાલિકામાં સતાધારી પક્ષ પર એક પછી એક આરોપી લાગી રહ્યા છે તેમાં આજે વિપક્ષના શારદાબેન વેગડા,તેમજ મોહમ્મદભાઈ સાંધ દ્વારા પાલિકા ચીફને સાત મુદ્દા લેખિતમાં જવાબ આપવાનું જણાવેલ હતું જેમાં પાલિકા દ્વારા છ માસ પેહ જે.પી. સ્ટ્રક્ચર પ્રા લી.રાજકોટની એજંસી તેમજ અંબર બિલ્ડર જૂનગાઢ ને શહેરના જુદા જુદા વિસ્તારમાં સી.સી. કામ તેમજ ડામર કામ આપવામાં આવેલ હોઈ તેના કામ ના સેમ્પલ લઇ તેમાં થયેલ ભ્રસ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેમજ પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર મુજરો કામે આવતા ન હોઈ અને તેની ખોટી હાજરી પુરી દેવમાં આવે છે એક જ મજુરની 24 કલાક હાજરી પુરી ખોટા બીલો બનાવામાં આવે તે અંગે તપાસ કરવી તેમજ વોર્ડ ન 4 માં ત્રણ માસ પેહલા પાણી કનેકશન જોઈન્ટ માટે ઘર દીઠ 3000 રુ લેવમાં આવેલ તે અંગે તપાસ કરવી તેમજ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ મંજૂરી આેનલાઇન કરી હોવા છતાં પાલિકા સદસ્ય તેમજ કર્મચારી દ્વારા રહેણાંક મકાન માટે 10 થી 15 હજાર જેવી રકમ તેમજ ઉદ્યાેગો માટે મોટી રકમ લઇ થઇ રહેલ ભ્રસ્ટાચાર ની તપાસ કરવામાં આવે તેમજ પાલિકામાં હાલ મહિલા સદસ્યો હોઈ તેની જગયાએ તેના પતિદેવ પાલિકામાં ખુરસી પર બેસી વહીવટ કરતા હોઈ તેની સામે પગલાં લેવા તેમજ સદાસીયોને ઠરાવો,દરખાસ્તો,દફતરી હુકુમો વિના મુલ્યે આપવામાં આવે તેવી માંગ કરવાંમાં આવેલ છે જો અંગે કાર્યવાહી નહિ કરાઈ તો 30 દિવસ બાદ પાલિકા સામે ઉપવાસ પર ઉતરવાની ચમકી આપવામાં આવી છે.

Comments

comments

VOTING POLL